Homeગામનાં ચોરેગવર્નર પર 11 મહિલાઓનું શોષણ કર્યાનો આરોપ, બ્લાઉઝમાં હાથ નાખતો અને સ્તન...

ગવર્નર પર 11 મહિલાઓનું શોષણ કર્યાનો આરોપ, બ્લાઉઝમાં હાથ નાખતો અને સ્તન પકડી લેતો….

Team Chauk-International Desk: અમેરિકામાં ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમો ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યા છે. તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે તેમણે અગિયાર મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યું હતું. જેમાંથી રાજ્ય સરકારમાં કેટલીય પૂર્વ કર્મચારી અને વર્તમાન મહિલા કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ખબર સામે આવતા જ અમેરિકાની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.  

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારના રોજ નિવેદન આપ્યું કહ્યું હતું કે, ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોને રાજ્યની એટોર્ની જનરલની એક રિપોર્ટ આવ્યા બાદ રાજીનામું આપી દેવું જોઈએ. જેમાં સામે આવ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરે અગિયાર મહિલાઓનું શોષણ કર્યું છે.

ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે મંગળવારના રોજ ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોની વિરૂદ્ધ પોતાની તપાસમાં આવેલા તથ્યો રાખ્યા હતા. એટોર્ની જનરલના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ગવર્નર એન્ડ્ર્ કૂમોએ રાજ્ય અને સંઘીય સરકારના નિયમો તોડ્યા છે. એટલું જ નહીં, એક પૂર્વ મહિલા કર્મચારીએ ઓફિસને લઈ ફરિયાદ કરી હતી. જોકે કૂમોએ તો તે મહિલા ઉપર જ કાર્યવાહી કરી દીધી હતી. ગવર્નરના ઓફિસના માહોલને લઈને પણ કેટલીય ફરિયાદો ઉઠતી રહી હતી.

તપાસકર્તાઓએ 2013થી 2020ની વચ્ચે આ ઓફિસમાં કામ કરનારી અગિયાર મહિલાઓની ફરિયાદને આધાર પૂરાવા તરીકે લીધી હતી. આ સિવાય 179 લોકોની પૂછપરછ કર્યા બાદ હજ્જારો પ્રમાણની પણ ઉલટતપાસ કરવામાં આવી હતી. આ પ્રમાણમાં કેટલાય મહત્ત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હતા. જેને કૂમોની વિરૂદ્ધ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એટોર્ની જનરલ જેમ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગવર્નર કૂમોએ તમામ મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું. જેમાંથી કેટલીય યુવા મહિલાઓ હતી. કૂમોએ મહિલાઓને ન અડકવાની જગ્યાએ અડક્યું હતું. તેમની ઈચ્છા વિરૂદ્ધ કિસ કરી, ગળે લગાવી અને ખોટી ટીપ્પણી પણ કરી હતી.

ગવર્નર કૂમો પર ગંભીર આરોપ છે. સ્વતંત્ર તપાસકર્તાઓએ 165 પેજની રિપોર્ટ રજૂ કરી છે. જેમાં તમામ પ્રકારની ડિટેલ ઉપલબ્ધ છે. એક મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, કેવી રીતે ગવર્નર તેના બ્લાઉઝમાં હાથ નાખતો હતો. તેણે મારા સ્તનો પકડી લીધા હતા. ચાલતા ચાલતા કમર પર આંગળીઓ ફેરવતો હતો. હવે આ કેસમાં ગવર્નર કૂમોને શું સજા મળે છે અને તેમનું નિવેદન શું કહે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments