Homeગામનાં ચોરેVIDEO: ‘તું કહે તો જાન દે દૂ’ સોંગ પર સ્ટંટ કરવામાં સાચે...

VIDEO: ‘તું કહે તો જાન દે દૂ’ સોંગ પર સ્ટંટ કરવામાં સાચે જ રામ નામ સત્ય થઈ જાત

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે લોકો અવનવા પ્રયોગો કરતાં હોય છે. કોઈ ફની વીડિયો બનાવી ફોલોઅર્સ વધારવાની કોશિશ કરે છે તો કેટલાક લોકો તો પોતાનો જીવ જોખમમાં મુકવું પણ નથી ચૂકતાં. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે યુવાનો માટે લાલબત્તી સમાન છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક બાઈક પર ‘તું કહે તો જાન દે દૂ’ સોંગ પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, આ યુવકને સ્ટંટ કરવો ભારે પડી ગયો અને સ્ટંટ કરવાના ચક્કરમાં તેને હાઈવે પરથી ડાયરેક્ટ હોસ્પિટલના બિછાને જવું પડ્યું.

આ વીડિયોમાં એક યુવક પૂરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો છે. ત્યારબાદ તે ચાલુ બાઈક પર જ બાઈકની સીટ પર ઉભો થઈ જાય છે અને થોડીવાર બેલેન્સ જાળવી રાખે છે. બાઈક થોડે દૂર જતાં જ તેનું બેલેન્સ અચાનક બગડે છે. તે ફરીથી બાઈક પર બેસવાની કોશિશ કરે છે પરંતુ આ જ દરમિયાનન તે સંતુલન ગુમાવી દે છે. તે તાત્કાલિક બાઈકનું હેન્ડલ પકડવાની કોશિશ કરે છે અને બાઈક પર ફરીથી બેસવાની કોશિશ કરે છે. જો કે, યુવક આવું કરી શકતો નથી અને રસ્તા પર ઉંધે માથ પઠડાય છે. એટલું જ નહીં 10થી 15 ફૂટ રસ્તા પર ફંગોળાઈ જાય છે. જ્યારે તે રસ્તા પર પડે છે ત્યારે તેનું મોં રોડ સાથે ઘસાઈ જાય છે.

બીજી તરફ બાઈક 100 મીટરથી વધુ દૂર જતું રહે છે.  આ વીડિયોમાં આટલું જ છે પરંતુ નક્કી કહી શકાય કે બાઈકને પણ મોટું નુકસાન થયું હશે. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો પરંતુ તેણે મોતને નજીકથી જોઈ લીધુ. હવે તે ક્યારેય આવા જોખમી સ્ટંટ કરવાનું નહીં વિચારે. આ વીડિયો ક્યાનો છે તે જાણી શકાયું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે. કારણ કે, એક તો યુવક સ્ટંટ કરી રહ્યો છે બીજી તરફ તેની પાસે કોઈ સેફગાર્ડ નથી. હેલ્મેટ પણ પહેર્યું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments