Homeગામનાં ચોરેATMમાં પૈસા નહીં હોય તો જે તે બેંક પર લાગશે આટલો દંડ

ATMમાં પૈસા નહીં હોય તો જે તે બેંક પર લાગશે આટલો દંડ

Team Chabuk-National Desk: કોઈ વખત પૈસાની આવશ્યકતા હોય અને ત્યારે જ એવું થતું હોય છે કે જે પણ એટીએમમાં (ATM) જાવ ત્યાં પૈસા ઉપલબ્ધ ન હોય. ઉપરથી બેંકો દ્વારા એટીએમ કાર્ડના મહત્તમ ઉપયોગ પર પણ પૈસા વસૂલ કરવામાં આવે છે. કેટલીક વખત એટીએમ સંલગ્ન બેંકની નબળી કાર્યપ્રણાલીના કારણે સુઘડ વ્યવસ્થા ધરાવતું એટીએમ માત્ર શોભાના ગાંઠીયા સમાન હોય છે, તેમાં પૈસા હોતા નથી. જે સમસ્યામાંથી હવે જનતાને એક ઓક્ટોબરથી છૂટકારો મળવાનો છે.

આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાં સમય પૂર્વે રૂપિયા ન નાખનારી બેંકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એટીએમમાં પૈસા ન હોવાના કારણે લોકો જે હાલાકીનો સામનો કરે છે, તે સમસ્યામાંથી છૂટકારો અપાવશે. આરબીઆઈએ કહ્યું હતું કે, કોઈ એટીએમમાં જો દસ કલાક સુધી રૂપિયા ન રહ્યા તો તેની પર સંબંધિત દંડની કાર્યવાહી કરવામાં આવશે.

આ વિષય અંતર્ગત એક પરિપત્રમાં આરબીઆઈએ કહ્યું કે, એટીએમમાં પૈસા ન નાખવાને લઈને જુર્માનો લગાવવાની વ્યવસ્થાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકોની સુવિધા માટે આ મશીનોમાં પર્યાપ્ત માત્રામાં ધનરાશિ ઉપલબ્ધ હોય. કોઈ પણ એટીએમમાં જો મહિનામાં દસ કલાકથી વધારે સમય સુધી પૈસા ઉપલબ્ધ નહીં હોય તો જે તે બેંકની ઉપર 10,000 રૂપિયાનો જુર્માનો લાગશે.

આ અંગે રિઝર્વ બેંકે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી બેંક અથવા તો વ્હાઈટલેબલ એટીએમ સંચાલક સુનિશ્ચિત કરશે કે એટીએમમાં પૈસા સમયસર નાખવામાં આવે. જેથી લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. વ્હાઈટ લેબલ એટીએમના કિસ્સામાં દંડ એ બેંક પર લગાવવામાં આવશે, જે સંબંધિત એટીએમમાં પૈસા નાખે છે.

જણાવી દઈએ કે, દંડની આ કાર્યવાહી એક ઓક્ટોબરનાં રોજથી શરૂ થઈ જશે. આરબીઆઈમાં રહેલા ઈશ્યુ ડિપાર્ટમેન્ટના ઓફિસ ઈનચાર્જના હાથમાં દંડ ફટકારવાની સત્તા હશે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments