Team Chabuk-National Desk: ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. કોરોનાને બ્રેક મારવામાં રસીકરણ અભિયાન રંગ લાવ્યું હોય તેવું ઘણા નિષ્ણાતો માની રહ્યા છે. ત્યારે ગઈકાલે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે એક જ દિવસમાં 1 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આ અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી મોટો રેકોર્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતે શુક્રવારે કોવિડ-19 રસીના એક કરોડથી વધારે ડોઝ આપ્યા છે, જે એક દિવસમાં સૌથી વધારે સંખ્યા છે.
રેકોર્ડ રસીકરણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં રસીકરણ અભિયાન સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે આજે રેકોર્ડ વેક્સીનેશન નંબર. 1 કરોડને પાર કરવી એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. રસીકરણ કરાવનાર અને રસીકરણ અભિયાનને સફળ બનાવનારને અભિનંદન.
Record vaccination numbers today!
— Narendra Modi (@narendramodi) August 27, 2021
Crossing 1 crore is a momentous feat. Kudos to those getting vaccinated and those making the vaccination drive a success.
આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કર્યું અને રેકોર્ડ રસીકરણને સ્વાસ્થ્યકર્મીઓના અથાક પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે. તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ…આ એ જ પ્રયત્ન છે જેણે દેશમાં 1 દિવસમાં 1 કરોડથી વધારે રસીના ડોઝ લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. સ્વાસ્થ્યકર્મીઓનો અથાક પરિશ્રમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો #SabkoVaccineMuftVaccine નો દ્રઢ સંકલ્પ રંગ લાવી રહ્યો છે.
सबका साथ
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 27, 2021
सबका विकास
सबका विश्वास
सबका प्रयास
यह वही प्रयास है जिससे देश ने 1 दिन में 1 करोड़ से अधिक टीके लगाने का आँकड़ा पार कर लिया है। स्वास्थ्यकर्मियों का अथक परिश्रम व PM @NarendraModi जी का #SabkoVaccineMuftVaccine का दृढ़ संकल्प रंग ला रहा है। pic.twitter.com/hHlUU4q3fv
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ રસીકરણના 4.05 કરોડથી વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધી 58.86 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના કેસની વાત કરવામાં આવે તો દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 40 હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં 5100થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એકંદરે કાબૂમાં છે. અહીં એક દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત