Team Chabuk-National Desk: 26 વર્ષીય બેંક કર્મચારી વિશાલ અગ્રવાલની હત્યાકાંડમાં પોલીસે નવો ખુલાસો કરી કિશોરી સહિતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતકની પ્રેમિકાએ પોલીસની સામે અસંખ્ય ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેને સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ છે. આ સમગ્ર ઘટનાને ફિલખાના સ્થિત એક ફ્લેટમાં અંતિમ અંજામ આપવામાં આવ્યો હતો. વિશાલને આરોપીની પિતરાઈ બહેનની સાથે આપત્તિજનક સ્થિતિમાં જોતા, યુવકે લોઢાના સળિયાથી પ્રહાર કરી તેમની હત્યા કરી દીધી હતી. એ પછી ઉન્નાવના એક મિત્રની સાથે મળી મૃતદેહને ઠેકાણે પાડી દીધો હતો. વિશાલની જ પ્રેમિકાએ ફ્લેટમાં ફેલાયેલા ખૂનને પાણીથી સાફ કર્યો હતો. ફોરેન્સિક તપાસમાં લાદી પર લોહી હોવાની પણ પુષ્ટી થઈ ચૂકી છે.
ડ્રમમાંથી મળ્યો મૃતદેહ
નોબસ્તાની સંજય નગર કોલોનીનો રહેવાસી વિશાલ અગ્રવાલ એચડીએફસી બેંકની સિવિલ લાઈન્સની શાખામાં ઈન્શ્યોરન્સ વિભાગમાં કામ કરતો હતો. સાત સપ્ટેમ્બરની રાતે તે ગાયબ થઈ ગયો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ઉન્નાવના દહી થાના વિસ્તારના શારદા નહેરની પાસે એક કેમિકલ ડ્રમમાં વિશાલની લાશ મળી હતી. એડીસીપી સાઉથ ડો. અનિલ કુમારના જણાવ્યા અનુસાર, વિશાલની એક સહકર્મી અને પ્રેમિકા ફીલખાના ખાતેના ફ્લેટમાં રહેતી હતી.
પોલીસે સ્કૂટી અને લેપટોપ જપ્ત કર્યું
પોલીસે તમામ ફૂટેજને સાક્ષી તરીકે તપાસમાં સામેલ કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ શારદા નહેરમાં જ વિશાલનો મોબાઈલ ફેંકી દીધો હતો. સત્યમે લોહીથી ખરડાયેલા પોતાના કપડાં અને વિશાલનો પર્સ નગર નિગમની કચરા પેટીમાં નાખી દીધો હતો. વિશાલની સ્કૂટીની સાથે પોલીસે ફ્લેટમાંથી તેનું લેપટોપ પણ જબ્ત કર્યું હતું.
આરોપી શું કરે છે?
સત્યમ ફ્લેટમાં એકલો જ રહેતો હતો. તેના માતા પિતા નથી. એ પાણીની બોટલ સપ્લાઈ કરવાનું કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાને અંજામ આપ્યા બાદ સત્યમે ઉન્નાવના માખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મિત્ર શ્રવણ કુમારને ફોન કરી ફ્લેટ પર બોલાવ્યો હતો. આઠ સપ્ટેમ્બરની સવારે અગિયાર વાગ્યે કોપરગંજથી એક કેમિકલ ડ્રમ ખરીદ્યુ. જેમાં વિશાલના મૃતદેહને નાખવામાં આવ્યો.
આપત્તિજનક સ્થિતિમાં
વિશાલ હંમેશાં તેની પ્રેમિકાને મળવા માટે જતો હતો. નજીકના ફ્લેટમાં જ સત્યમ નામનો વ્યક્તિ રહેતો હતો. તેના ઘર પર તેની સગીર પિતરાઈ બહેન પણ આવતી રહેતી હતી. તેની સાથે વિશાલના સંબંધ બંધાઈ ગયા હતા. જે રાતે ઘટના બની તે રાતે વિશાલ કિશોરીને મળવા માટે પહોંચ્યો હતો. બંને ફ્લેટમાં આપત્તિજનક સ્થિતિમાં હતા ત્યારે સત્યમ ત્યાં પહોંચ્યો હતો. સત્યમે લોઢાના સળિયાની મદદથી ફટકા મારી વિશાલની કરપીણ હત્યા નીપજાવી નાખી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત