Homeગામનાં ચોરેએક વિદ્યાર્થીના ખાતામાં 900 કરોડ બીજાના ખાતામાં 60 કરોડ જમા કેવી રીતે...

એક વિદ્યાર્થીના ખાતામાં 900 કરોડ બીજાના ખાતામાં 60 કરોડ જમા કેવી રીતે થઈ ગયાં?

Team Chabuk-National Desk: બિહારના કટિહાર જિલ્લાની શાળાના બે વિદ્યાર્થીઓના ખાતામાં 960 કરોડ રૂપિયા જમા થવાનો કોયડો ઉકેલાય ગયો છે. કલેક્ટર ઉદય મિશ્રાએ કહ્યું છે કે, કોર બેંકિગ સોલ્યૂશન્સમાં ગડબડ થવાના કારણે બાળકોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા. જોકે તેમના ખાતામાં નકદ પૈસા જમા નહોતા થયા. આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

આ બંને વિદ્યાર્થીઓમાંથી એકના ખાતામાં 60 કરોડ અને બીજાના ખાતામાં 900 કરોડ રૂપિયાની એન્ટ્રી દેખાઈ રહી હતી. બંને બાળકો ફગડિયાના આઝમનગર પોલીસ સ્ટેશનના બઘોરા પંચાયત સ્થિત પસ્તિયા ગામના રહેવાસી હતા. બિહારની શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ગણવેશ માટે રાજ્ય સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે. આ પૈસા સીધા બાળકોના બેન્ક ખાતામાં જમા થાય છે.

ગુરૂચંદ્ર વિશ્વાસ અને અસિત કુમાર ગણવેશની રાશિની જાણકારી માટે સીએસપી સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં બંનેને ખબર પડી કે બેઉંના ખાતામાં કોરોડો રૂપિયાની ધનરાશિ જમા થયેલી છે. બાળકો હેરાન થઈ ગયા હતા. એન્ટ્રી જોઈ નજીકમાં ઊભેલા બાળકો પણ ચકિત્ત થઈ ગયા હતા. વિદ્યાર્થી આસિત કુમારના ખાતા નંબર 1008151030208001 માં 900 કરોડથી વધારેની રાશિ જમા દેખાડતી હતી. જ્યારે ગુરૂચન્દ્ર વિશ્વાસના ખાતા નંબર 1008151030208081માં 60 કરોડ રૂપિયાથી વધારે ડિપોઝિટ દર્શાવવામાં આવતી હતી. આ બંને ખાતાઓ ઉત્તર બિહાર ગ્રામીણ બેન્કના ભેલાગંજ શાખાના છે.

ગ્રામીણ બેન્કના ભેલાગંજ શાખાના પ્રબંધક મનોજ ગુપ્તા પણ બાળકોના ખાતાનું બેલેન્સ જોઈ હેરાન થઈ ગયા હતા. તેમણે બંને બાળકોના ખાતામાં ભુગતાન પહેલા રોક લગાવી દીધી હતી અને તેમના ખાતાને ફ્રિઝ કરી દેતા તપાસના આદેશ આપ્યા હતા. બેંકના વરિષ્ઠ અધિકારીઓના ધ્યાનમાં પણ આ બાબત આવી હતી.

કલેક્ટર ઉદયન મિશ્રાએ જણાવ્યું કે આ અંગે બ્રાન્ચ મેનેજરે કહ્યું કે, બાળકોના ખાતામાં સીબીએસના કારણે આ પૈસા જોવા મળ્યા હતા. ખાતામાં કોઈ પ્રકારના પૈસાની લેવડ દેવડ નથી થઈ. તપાસ બાદ આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments