Team Chabuk-National Desk: રાજ કુંદ્રા પર લાગેલા પોર્ફ ફિલ્મ બનાવવાના આરોપ મુદ્દે મોટો ખુલાસો થયો છે. પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટમાં સામે આવ્યું છે કે, રાજ કુંદ્રાએ આગામી 2 વર્ષમાં પોતાની એપના યુઝર્સમાં 3 ગણો તથા નફામાં 8 ગણો વધારવાનો યોજના બનાવી હતી. તે પોતાની 119 ફિલ્મને 8.84 કરોડ રૂપિયામાં વેચવા માગતો હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.રાજ ડિજિટલ મીડિયામાંથી ગેરકાયદેસર રીતે કમાણી કરવાની અવનવી રમત રમતો હતો. તેની એક એપ પર બૅન લગાવાયો તો તેણે તરત જ બીજી એપ બનાવી હતી. જ્યારે તેનો પર્દાફાશ થયો ત્યારે તેણે કેટલાક ડેટા ડિલીટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હોવાનો દાવો છે.
આ કેસમાં જેમ જેમ પુરાવા મળતા ગયા તેમ તેમ રાજ કુંદ્રા પર સકંજો કસાયો ગયો છે. જો કે, હજુ પણ પોલીસ વિદેશમાં રહેતા આરોપી સુધી પહોંચી શકી નથી. પોલીસ તપસમાં સામે આવી ચુક્યું છે કે, અન્ય આરોપી લંડનમાં રહે છે. બે આરોપી પૈકી એક પ્રદીપ બક્ષી નામનો આરોપી લંડનમાં રહે છે જ્યારે અન્ય યશ ઠાકુર નામનો આરોપ સિંગાપોરમાં છે. યશ મૂળ કાનપુરનો હોવાનો ખુલાસો થયો છે.ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજકુદ્રાએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવાયો છે. સાથે જ કહ્યું કે, આરોપપત્રમાં કોઈ પુરાવા નથી જે કથિત આપત્તિજનક ફિલ્મો બનાવવામાં તેનો રોલ સાબિત કરી શકે.
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ થઈ છે. હાલ રાજ કુંદ્રા જ્યૂડિશિયલ કસ્ટડિમાં છે. વકીલ પ્રશાંત પાટિલ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીમાં કુંદ્રાએ દાવો કર્યો હતો કે, આજની તારીખમાં પણ તેના વિરુદ્ધ કોઈ પુરાવા નથી જે હોટશોટ એપને કાયદાકીય રીતે ગુના સાથે જોડી શકે.
રાજ કુંદ્રા વિરુદ્ધ આરોપ છે કે તે, હોટશોટ એપ્લીકેશન દ્વારા જ આપત્તિજનક ફિલ્મો અપલોડ અને સ્ટ્રીમિંગ કરતો હતો. બીજી તરફ રાજ કુદ્રા પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લાગ્યો છે. રાજને એ જાણ હતી કે તેનું કામ ગેરકાયદેસર છે અને તે ફસાઈ શકે છે. આથી જ તેણે તમામ ડેટા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૂગલ પ્લે તથા એપ્પલ સ્ટોરે ‘હોટશોટ’ એપમાં પોર્ન કન્ટેન્ટ હોવાથી તેના પર બૅન મૂક્યો હતો. ત્યારબાદ રાજે બીજી એપ ‘બોલીફેમ’ બનાવી હતી. તેણે ‘હોટશોટ’નો તમામ ડેટા ડિલીટ કરવાનું કહ્યું હતું. ફેબ્રુઆરીમાં પોલીસ કેસ થયા બાદ રાજે પોતાના મોબાઇલમાંથી ‘હોટશોટ’ એપ અંગેના વ્હોટ્સએપ ગૃપ તથા ચેટ પણ ડિલીટ કરી નાખી હતી. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત