Team Chabuk-National Desk: એક તરફ પંજાબ અને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ છે. તમામ લોકોનું ધ્યાન ગુજરાત અને પંજાબ પર છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં પોતાના પગ જમાવવાની કોશિશમાં લાગી છે. ભાજપ અને કોંગ્રેસના રાજકીય જંગ વચ્ચે ઉત્તરાખંડની જનતાને આકર્ષવા માટે આમ આદમીએ કેટલાક વચનો કર્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીનો રોજગારી મુખ્ય મુદ્દો રહેશે તેવું આ નિર્ણયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી ઉત્તરાખંડના પ્રવાસે હતા. ઉત્તરાખંડના હલ્દવાનીમાં તેમણે પત્રકાર પરિષદમાં મોટી જેહારાત કરી હતી. પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, જો ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સરકાર બન્યા બાદ રોજગારી ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સરકાર યુવાનોને દર મહિને 5000 રૂપિયા આપશે તેવું પણ વચન આપ્યું. આ દરમિયાન કેજરીવાલ સાથે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોઠિયાલ પણ હાજર હતા.
પત્રકાર પરિષદની શરૂઆત અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રોજગારી સ્થાનિક લોકો માટે એક મોટો મુદ્દો છે, જેની શોધમાં તેમને મેદાનોમાં આવવું પડે છે. તેમણે કહ્યું કે, બેરોજગારીને કારણે અહીં સ્થળાંતર એક સમસ્યા બની ગઈ છે. આને જોતા તેમની પાર્ટીએ આ બાબતે વિચારણાં કરી. તેથી જ હું આજે 6 જાહેરાત કરી રહ્યો છું. જેમાં પહેલી જાહેરાત એ હતી કે જો ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઉત્તરાખંડના તમામ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે. બીજું, જ્યાં સુધી તે યુવકને રોજગારી ન મળે ત્યાં સુધી તે પરિવારના યુવકને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજી જાહેરાત એ છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં 80 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને ઉપલબ્ધ થશે.
અન્ય જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, સરકારની રચનાના 6 મહિનાની અંદર 1 લાખ નોકરીઓનું સર્જન થશે. આ નોકરીઓ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં બનાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે દિલ્હીની જેમ ઉત્તરાખંડમાં પણ જોબ પોર્ટલ બનાવવાની જાહેરાત કરી સાથે જ છઠ્ઠી જાહેરાત કરતા કહ્યું કે રોજગાર અને સ્થળાંતર રોકવા માટે એક અલગ મંત્રાલય બનાવશે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે, જો 24 કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે તો અમે તેને કરી બતાવીશું. અમારી પાર્ટીએ દિલ્હીમાં આ કર્યું છે તેથી અમે ઉત્તરાખંડમાં પણ તેની જાહેરાત કરી રહ્યા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત