Homeસિનેમાવાદઋષિકેશ મુખર્જીને એ રાતે ધર્મેન્દ્રએ ખૂબ હેરાન કર્યા

ઋષિકેશ મુખર્જીને એ રાતે ધર્મેન્દ્રએ ખૂબ હેરાન કર્યા

ઝાલાવાડી જલજીરા: ઋષિકેશ મુખર્જીનું નામ હિન્દી સિનેમામાં આદરથી લેવાય છે. બંગાળમાંથી એક સામટા સારા ફિલ્મ દિગ્દર્શકો મળ્યા. એકથી એક ચડીયાતા. એકથી એક લોઢું. ફિલ્મની તમામ કળાઓ જાણે અભિમન્યુની માફક માતાના ઉદરમાંથી શીખીને ન આવ્યા હોય. આજે તો એ અને ફિલ્મો એકબીજાની પર્યાય છે. ઋષિકેશ મુખર્જીનું નામ સામે આવે ત્યારે એકમાત્ર આનંદ નામ ચારે દિશાઓમાંથી ઘેરી વળે છે.

rps-baby-world-1

આટલા મોટાગજાના ફિલ્મ સર્જકને એક જ ફિલ્મથી થોડા મૂલવાય? વાત તો સાચી પણ એમણે એક ફિલ્મ હજ્જાર બરાબર બનાવી દીધી તો એમાં એમનો જ વાંક છે. આનંદના ઘણા કિસ્સાઓ લોકપ્રિય થયા છે. એમાંથી ધર્મેન્દ્રનો કિસ્સો સૌથી ઓછો જાણીતો છે. એક ચેટ શોમાં તેમણે જણાવ્યો હતો.

rps-baby-world-1

એ સમયે ઋષિકેશ મુખર્જી આનંદના નિર્માણની તૈયારી કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર ફ્લાઈટમાં બેંગ્લોરથી મુંબઈ આવી રહ્યા હતા. તેમણે ધર્મેન્દ્રને ફિલ્મની વાર્તા સંભળાવી અને ફિલ્મમાં શું શું કરવાનું છે તે પણ કહ્યું. ધર્મેન્દ્ર વાતો સાંભળતા રહ્યા. થોડા સમય બાદ ધર્મેન્દ્રને કાને એ વાત પડી કે ફિલ્મની તો શૂટિંગ પણ શરૂ થઈ ચૂકી છે. અને હીરો બીજું કોઈ નહીં રાજેશ ખન્ના છે. અપોઝિટ અમિતાભ બચ્ચન છે.

rps-baby-world-1

ધર્મેન્દ્રએ દારૂ પી આખી રાત ઋષિકેશને ઉંઘવા ન દીધા. વારંવાર ફોન કરી કહે, ‘તમે મને રોલ આપવાના હતા. મને વાર્તા પણ સંભળાવી હતી અને ફિલ્મ રાજેશ ખન્નાની સાથે શરુ કરી દીધી.’ ઋષિકેશ ધર્મેન્દ્રની વાત સાંભળી ફોન રાખી દેતાં હતાં. દર અડધી કલાકે ધર્મેન્દ્ર ઋષિકેશને ફોન કરતા અને ઋષિકેશ એક જ વાતનું રટણ કરતા, ‘ઉંઘી જા ધર્મન્દ્ર હવે.’ એ વાત અલગ કે મજલી દીદી, અનુપમા, ગુડ્ડી, ચુપકે ચુપકે ઋષિકેશની આ તમામ ફિલ્મોમાં ધરમપાજી હતા.

amitabh bachchan

આનંદને જ્યારે 48 વર્ષ પૂર્ણ થયા ત્યારે ટ્વીટર પર આશીષ પલોડ નામના યુઝરે એક રોચક વાત કહી હતી. લખ્યું હતું કે, ‘1971માં આજના જ દિવસે આનંદ રિલીઝ થઈ હતી. સવારે અમિતાભ બચ્ચને પોતાની કારમાં પેટ્રોલ ભરાવ્યું અને નીકળી પડ્યા. એ સાંજે ફરી તેઓ એ પેટ્રોલ પમ્પ પર આવ્યા ત્યારે લોકો તેમને ઓળખવા લાગ્યા હતા.’ અમિતાભ બચ્ચને ખૂદ આ ટ્વીટને રિ ટ્વીટ કરી કહ્યું હતું, ‘હા આ સાચી વાત છે. એ એસવી રોડનું ઈરલા પેટ્રોલ પમ્પ હતું.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments