Homeગામનાં ચોરેનોબલ પારિતોષિક 2021: ચિકિત્સા ક્ષેત્રમાં બે અમેરિકનોને આ શોધ માટે મળ્યું

નોબલ પારિતોષિક 2021: ચિકિત્સા ક્ષેત્રમાં બે અમેરિકનોને આ શોધ માટે મળ્યું

Team Chabuk-International Desk: સોમવારના રોજ ચિકિત્સા (મેડિસીન) ક્ષેત્રમાં નોબલ પારિતોષિક 2021ની જાહેરાત થઈ હતી. આ વખતનો પારિતોષિક ડેવિડ જૂલિયસ અને આર્ડન પેટામૂટિયમને ભાગીદારીમાં આપવામાં આવશે. આ બંને સંશોધકોએ શરીરનું તાપમાન, દબાણ અને પીડા આપનારા રિસેપ્ટરોની શોધ કરી છે.

નોબલ પુરુસ્કાર માટે પસંદગી પામેલા બંને વિજેતા અમેરિકાના રહેવાસી છે. ડેવિડ જૂલિયન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર છે. પેટામૂટિયમને અર્મેનિયાઈ મૂળના અમેરિકાના નાગરિક છે. અને લા જોલાના સ્ક્રિપ્સ ઈન્સ્ટીટ્યૂટમાં વૈજ્ઞાનિક છે.

ઉલ્લેખનીય છે કે તાપમાન, પીડા અને દબાણ ત્રણે આપણા શરીરને સ્પર્શ કરતો ઈન્દ્રિયો અનુભૂતિનો ભાગ છે. જોકે તેના વિશે વધારે જાણકારી નથી. તેના પર જ જૂલિયન અને પેટામૂટિયમનનું સંશોધન હતું. વિશ્વભરના વૈજ્ઞાનિક સમુદાયોનું માનવું છે કે પીડાની અનુભૂતિ કરાવનારા રિસેપ્ટર્સની ઓળખ બાદ તેને કેટલીય રીતે બીમારીઓ અને આઘાત દરમિયાન મળનારા દર્દને પણ રોકી શકાય છે.

એટલું જ નહીં કેટલીય ફાર્માસ્યુટિકલ લેબ્સ આ સમયે એવા મોલિક્યૂલ્સની ઓળખ કરી રહી છે, જે આ રિસેપ્ટર્સને પ્રભાવિત કરી ઈજાના ઉપચારમાં કામ આવી શકે. ખાસ આર્થરાઈટિસ કે કોઈ લાંબી બીમારીમાં મળનારા પીડાના ઉપચાર માટે.

તાજેતાજો ઘાણવો

Most Popular

Recent Comments