Team Chabuk-National Dersk: જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ઈદગાહ વિસ્તારની સરકારી બોયઝ હાયર સેકન્ડરી શાળામાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. જેમાં આચાર્ય સતિન્દર અને શિક્ષક દીપક ચાંદનું મૃત્યુ થયું. સતિન્દર કૌર સિખ સમુદાયથી અને દીપક ચાંદ કાશ્મીરી પંડિત હતા. સુરક્ષાબળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે. ઘાટીમાં સામાન્ય નાગરિકોની હત્યા એ ગત પાંચ દિવસોમાં સાતમી ઘટના છે. મૃતકોમાં 6 શ્રીનગરના લોકો છે.
This is just heartbreaking 😢😢 #srinagar #teachers https://t.co/2FNgZ9c1m9
— Gargi Rawat (@GargiRawat) October 7, 2021
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવાનો પ્રયાસ છે. કાશ્મીરના સાંપ્રદાયિક સૌહાર્દનો નાશ કરવા માટેના ષડયંત્ર હેઠળ નાગરિકોને મારવામાં આવી રહ્યા છે. તેનાથી આતંકીઓની નિરાશા અને ક્રૂરતાની ઝલક સાફ દેખાઈ આવે છે. આતંકીઓ કાશ્મીરમાં શાંતિ અને વ્યવસ્થાની સ્થિતિને ખત્મ કરવા ઈચ્છે છે. જોકે અમે તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા નહીં દઈશું. વધુમાં તેમણે કહ્યું કે, ગત ઘટનાઓને લઈને કેટલાક પ્રમાણ મળ્યા છે અને અમે આ નવા કેસની તપાસ કરી રહ્યા છીએ. અમે શાળાના અન્ય શિક્ષકોની પણ વાત કરી છે અને તેઓ પોતાના સહકર્મચારીઓની મોત પર વિશ્વાસ નથી કરી રહ્યા. પોલીસ તેમના હત્યારાઓને તુરંત શોધી કાઢશે.
2 teachers killed in terrorist attack at government school in #Srinagarhttps://t.co/kZBSJO7c4T
— Newsroom Post (@NewsroomPostCom) October 7, 2021
જણાવી દઈએ કે આ પહેલા મંગળવારના રોજ આતંકીઓએ સાડા સાત વાગ્યાની આસપાસ શ્રીનગરમાં ત્રણ લોકોના જીવ લીધા હતા. જેમાં ફાર્માસિસ્ટ માખનલાલ બિંદ્રૂને મારી નાખવામાં આવ્યા હતા. આતંકીઓએ મેડિકલ સ્ટોરમાં ઘુસીને તેમની હત્યા કરી હતી. મંગળવારના રોજ સાડા આઠ વાગ્યે જ લાલ બજાર પાસે વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી દેવામાં આવી. તેઓ બિહારના ભાગલપુરના રહેવાસી હતા અને પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એ જ દિવસે નવ વાગ્યાની આસપાસ આતંકીઓએ બાંદીપોરાના શાહગુંડ વિસ્તારમાં એક સામાન્ય નાગરિકની હત્યા કરી દીધી. મૃતકની ઓળખ મહોમ્મદ શહી તરીકે થઈ હતી.
*#Daughter of #Kashmiripandit chemist Makhan Lal Bindroo who was shot dead yesterday in #Srinagar by #terrorists says “I am my father’s #Kashmiri Hindu daughter. Come and face me if you have guts” She said while taking to media Persons…*Hats of to her spirit. pic.twitter.com/EC5zVkInLJ
— Rajeshwar Parmar (@ParmarRajeshwar) October 6, 2021
આ પહેલા શ્રીનગરમાં શનિવારના રોજ બે સામાન્ય નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી હતી. પ્રથમ ઘટના કારાં નગર વિસ્તારમાં થઈ હતી. જ્યાં સ્થાનિક નાગરિક અબ્દુર રહમાન ગુરૂને ગોળી મારવામાં આવી. શ્રીનગરના ચટ્ટાબલના ગલવાટંગનો તે રહેવાસી હતો. વધુ એક એસડી કોલોનીના સામાન્ય નાગરિકને ગોળી મારી જેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકનું નામ મહોમ્મદ શફી ડાર હોવાનું સામે આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત