Homeગામનાં ચોરેમનીષ ગુપ્તા હત્યા કાંડ મામલે બે પોલીસ કર્મીની ધરપકડ, બન્ને કોર્ટમાં હાજર...

મનીષ ગુપ્તા હત્યા કાંડ મામલે બે પોલીસ કર્મીની ધરપકડ, બન્ને કોર્ટમાં હાજર થવાની ફિરાકમાં હતા

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ગોરખપુરની હોટલમાં કાનપુરના વેપારી મનીષ ગુપ્તા હત્યાકાંડ મામલે મુખ્ય આરોપી ઈન્સ્પેક્ટર જે.એન. સિંહ અને બીજાનું નામ સબ ઈન્સ્પેક્ટર અક્ષય મિશ્રા છે. રવિવારે બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક આરોપી ઘટના સમયે સબ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો અને બીજો આરોપી ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો. બન્ને આરોપી પર એક-એક લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. હાલ બન્નેની રામગઢતાલ અને ક્રાઈમ બ્રાંચ પોલીસ પુછપરછ કરી રહી છે. ઝડપથી બન્ને આરોપીને કાનપુર એસઆઈટીના હવાલે કરી દેવામાં આવશે. અન્ય આરોપીની શોધખોળ ગોરખપુર અને કાનપુર જિલ્લાની પોલીસ કરી રહી છે. આજે એસઆઈટીએ આરોપી અક્ષય મિશ્રાના ઘરે તપાસ કરી હતી પરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો.

27 સપ્ટેમ્બરના રોજ કાનપુરના વેપારી મનીષ ગુપ્તા પોતાના મિત્રો સાથે ગોરખપુરની કૃષ્ણા પેલેસ હોટલમાં રોકાયા હતા, ત્યારે ઈન્સ્પેક્ટર જે.એન.સિંહ, અક્ષય મિક્ષા, વિજય યાદવ સહિત 6 પોલીસકર્મીઓ તેમના રૂમમાં ઘૂસી ગયા હતા અને કથિત રીતે મનીષ ગુપ્તાને માર માર્યો હતો. જેમાં મનીષ ગુપ્તાનું મોત થયું હતું. આ મામલે રામગઢતાલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાયો છે. જેની તપાસ કાનપુર એસઆઈટી કરી રહી છે. તપાસમાં માર મારવાથી મોત થયું હોવાનું પણ સ્પષ્ટ થયું છે. આરોપીઓ પર એક-એક લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

મનીષ ગુપ્તાની હત્યાનો મામલો રાજ્ય સહિત દેશભરમાં ગુંજતા વિપક્ષે યોગી સરકારને ઘેરી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મનીષ ગુપ્તાના પત્ની મીનાક્ષી ગુપ્તા અને અન્ય પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સરકારે મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની વાત કરી હતી. જો કે આ કેસને સીબીઆઈએ હજુ સુધી ટેકઓવર કર્યો નથી. જેથી એસઆઈટી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ગત દિવસોમાં કાનપુર એસઆઈટીની ટીમે મનીષ ગુપ્તાના બન્ને મિત્રોના નિવેદન નોંધ્યા હતા. કાનપુર બોલાવીને મનીષ ગુપ્તાના બન્ને મિત્રોની સાથે સાથે એસઆઈટીએ મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષીનું પણ નિવેદન લીધું હતું. ગોરખપુરમાં મનીષ ગુપ્તાની હત્યાકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ ગયા બુધવારે કાનપુરમાં મનીષ ગુપ્તાના ઘરે જ તેના બન્ને મિત્રો હરવીર અને પ્રદીપ સિંહને બોલાવીને નિવેદન નોંધ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આરોપી જે.એન. સિંહ અને અક્ષય મિશ્રા કોર્ટમાં હાજર થવાની ફિરાકમાં હતાં. કાનપુર અને ગોરખપુર પોલીસ દ્વારા ધરપકડ થવાનું દબાણ વધતાં જે.એન.સિંહે ગોરખપુરના કેટલાક મોટા વકીલોનો પણ સંપર્ક સાધ્યો હતો. પરંતુ ઘણા વકીલોએ કેસ લડવાની ના પાડી દીધી હતી. સૂત્રોનું કહેવું છે કે, જે.એન.સિંહ કાયદાઓને જીણવટપૂર્વક જાણતો હોવાથી તે રજાના દિવસે કોર્ટમાં હાજર થવાનો હતો, કેમ કે રજાના દિવસે વકીલોના ગુસ્સાથી તે બચી શકે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments