Team Chabuk-National Desk: મધદરિયે ક્રૂઝમાંથી ઝડપાયેલી ડ્રગ્સ પાર્ટી મુદ્દે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી આજે સુનાવણી થઈ. સતત ત્રણ કલાક કોર્ટમાં કાર્યવાહી ચાલી. NCB અને આર્યનના વકીલે દલીલો પર દલીલ કરી બંનેને સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી પણનો નિર્ણય ગુરૂવાર સુધી ટાળી દીધો હતો.
ડ્રગ્સ કેસમાં આર્યનને આજે મુંબઈની ખાસ અદાલતમાં રજૂ કરાયો હતો. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જવાબમાં NCBએ કહ્યું કે, આર્યન ખાન પાસે ભલે ડ્રગ્સ નથી મળ્યું પરંતુ તે ષડયંત્રમાં સામેલ છે. મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ આજે વિશેષ અદાલતમાં સુનાવણી થઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આર્યનને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં મેજિસ્ટ્રેટ કોર્ટે અધિકાર ક્ષેત્રમાં ન હોવાનું જણાવીને આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આર્યન કૉન્ટ્રાબેન્ડની ખરીદીની આરોપ છે. કૉન્ટ્રાબેન્ડ અરબાઝ મર્ચન્ટ પાસેથી મળી આવ્યું હતું.
NCBનો જવાબ
- આર્યન ખાને અરબાઝ મરચન્ટ પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ હતું
- તપાસ દરમિયાન જે પુરાવા સામે આવ્યા છે તે પ્રમાણે આર્યન ખાન ડ્રગ્સની ખરીદી અને તેના વિતરણમાં સંડોવાયેલો છે.
- આરોપી નંબર 17 અચીત કુમાર અને આરોપી નંબર 19 શિવરાજ હરીજન આર્યન અને અરબાઝને ડ્રગ્સ પૂરું પાડે છે.
- આર્યન અને અરબાઝ સાથે ફરતા હતા. NDPSની કલમ 29 લગાવવા માટે આટલું પૂરતું છે.
- તપાસ પ્રમાણે અરબાઝ અને આર્યને સાથે મુસાફરી કરી તેનાથી એક વાત સ્પષ્ટ છે કે બંને સમાન ઇરાદા માટે ક્રૂઝ પર ગયા હતા.
- ભલે આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું ન હોય અથવા ખૂબ ઓછા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હોચ પરંતુ અપરાધના ષડયંત્રમાં આ આરોપીઓની ભાગીદારી તપાસનો આધાર બને છે.
બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ એવો દાવો કર્યો છે કે, આર્યનને ફસાવવામાં આવ્યો છે. માનશિંદેએ કહ્યું કે, આર્યન પાસેથી કોઈ જ નશીલો પદાર્થ નથી મળ્યો. આથી એનસીબીએ તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ તરફથી કોર્ટમાં પહોંચેલા વરિષ્ઠ વકીલ તારક સૈયદે કહ્યુ કે, જ્યારે આરોપીઓ આખું જહાજ ખરીદી શકે છે તો તેઓ ત્યાં પાંચ ગ્રામ ચરસ વેચવા શા માટે જાય ?

એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો તેમની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ સરકાર તરફથી વાનખેડે પર નજર રાખવામાં આવી રહી હોવાની વાતનો ઈનકાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ ઓક્ટોબરે વાનખેડેની આગેવાનીમાં ક્રૂઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત