Homeતાપણુંઆમ જ રહ્યું તો તેઓ એક દિવસ મહાત્મા ગાંધીની જગ્યાએ સાવરકરને રાષ્ટ્રપિતા...

આમ જ રહ્યું તો તેઓ એક દિવસ મહાત્મા ગાંધીની જગ્યાએ સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે: ઓવૈસી

Team Chabuk-Political Desk: વીર સાવરકરના મુદ્દાને લઈ ફરી વાતાવરણ તંગ થઈ ગયું છે. મોહન ભાગવત અને રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા સાવરકર પરના પુસ્તક વિમોચન સમારોહમાં જે પ્રશંસાના પુલ બાંધવામાં આવ્યા તેની હવે ટીકા થઈ રહી છે. તેમના આ નિવેદન પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે.

advertisement-1

મંગળવારના રોજ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ભાગવત અને રાજનાથે કહ્યું હતું કે, વીર સાવરકરને બદનામ કરવાની આઝાદી બાદથી જ પ્રવૃત્તિ થઈ રહી છે. જેની સામે ઓવૈસીએ જણાવ્યું હતું કે, ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. જો આમ જ રહ્યું તો તેઓ એક દિવસ મહાત્મા ગાંધીની જગ્યાએ સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે.

advertisement-1

ઓવૈસીએ પ્રહાર કરતા વધુમાં કહ્યું કે, સાવરકરે પોતાની આઝાદી માટે અંગ્રેજોને માફી માગતા પત્ર લખ્યા હતા. ત્યાં સુધી કે સાવરકર પર મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ હતો અને ન્યાયાધીશ જીવનલાલ કપૂરની તપાસમાં પણ આ વાત કહેવામાં આવી હતી.

advertisement-1

ઉદય માહુરકર અને ચિરાયુ પંડિતે લખેલા પુસ્તક ‘વીર સાવરકર- ધ મેન હુ કેન્ડ પ્રિવેન્ટેડ પાર્ટિશન’ ના પુસ્તક વિમોચન સમારંભમાં અતિથી તરીકે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે, સાવરકર મહાનાયક હતા, છે અને રહેશે. તેમને વિચારધારાના ચશ્મામાંથી જોનારાઓને ક્ષમા ન કરી શકાય. તેઓ હિન્દુત્વને માનતા હતા. પણ તેઓ હિંદુવાદી નહોતા. રાષ્ટ્રવાદી હતા. તેમના માટે દેશ રાજનીતિની નહીં પણ સંસ્કૃતિની વસ્તુ હતી. વીસમી સદીના સૌથી મોટા સૈનિક અને કૂટનીતિજ્ઞ હતા સાવરકર.

advertisement-1

રાજનાથ સિંહે વીનાયક દામોદર સાવરકરની માફી અંગે કહ્યું કે, સાવરકર ના અંગે જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે 1910માં આજીવન કારાવાસની સજા કાપી રહેલા સાવરકરે બ્રિટિશ હુકૂમતની સામે દયા અરજી આપી હતી. સત્ય એ છે કે તેમણે મહાત્મા ગાંધીના કહેવા પર આવું કર્યું હતું. આ એક કેદીનો અધિકાર હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આર.એસ.એસના વિચારક વીડી સાવરકરે ભારતને મજબૂત રક્ષા અને રાજનયિક સિદ્ધાંતની સાથે પ્રસ્તુત કર્યા. તેઓ ભારતના સૌથી મોટા અને રક્ષા વિષયક પ્રથમ વિશેષજ્ઞ હતા.

advertisement-1

મંગળવારના રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, સાવરકરને લઈ ભારતમાં જાણકારીનો અભાવ છે. તેમના પછી સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદને બદનામ કરવાનો નંબર લાગશે, કારણ કે સાવરકર આ ત્રણેના વિચારોથી પ્રભાવિત હતા. ભાગવતે કહ્યું કે, સૈયદ અહમદને મુસ્લિમ અસંતોષનું જનક માનવામાં આવે છે. ઈતિહાસમાં દારા શિકોહ અને અકબર થયા પણ ઔરંગઝેબ પણ થયો. જેમણે ચક્કર ઉલટું ઘુમાવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments