Warning: Attempt to read property "query_var" on bool in /home/chintan1/public_html/wp-includes/taxonomy.php on line 4666

Homeગામનાં ચોરેપોલીસ ઈન્સ્પેક્ટર મહિલા કોન્સ્ટેબલના ઘરે ગયો અને પરિવારજનોએ ધોલાઈ કરી નાખી

પોલીસ ઈન્સ્પેક્ટર મહિલા કોન્સ્ટેબલના ઘરે ગયો અને પરિવારજનોએ ધોલાઈ કરી નાખી

Team Chabuk-Gujarat Desk: આગ્રાના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરની મહિલા પોલીસ ઓફિસરના પરિવારજનોએ રસ્તા ઉપર જ બેરહેમીપૂર્વક ધોલાઈ કરી નાખી હતી. આ પોલીસ ઈન્સ્પેક્ટર મહિલા કોન્સ્ટેબલના ઘરે ગયો હતો, જ્યાં તેને પરિવારજનો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. તેને ઢોર માર મારવામાં આવ્યો. મારપીટ બાદ પોલીસ સ્ટેશન લઈ જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે બાદમાં બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું, પણ ત્યાં સુધીમાં આબરુના કાંકરા થઈ ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ્રામાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સ્પેક્ટર અને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની મિત્રતા હતી. પોલીસ ઈન્સ્પેક્ટર મહિલા પોલીસ કોન્સ્ટેબલને મળવા માટે રવિવારની રાત્રે એત્માદપુર પહોંચ્યો હતો. પરિવારજનોએ તેને પકડી લીધો. ઘરથી બહાર રસ્તા પર લાવ્યા અને માર માર્યો.

મહિલા પોલીસની બહેન, તેનો ભાઈ અને પરિવારના અન્ય લોકોએ પોલીસ ઈન્સ્પેક્ટરની ધોલાઈ કરવાની શરૂ કરી દીધી હતી. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઢોર માર માર્યા બાદ પોલીસ ઈન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વીડિયોમાં એક યુવતી પોલીસ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને લઈ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તે ચાલતા ચાલતા પણ પોલીસ ઈન્સ્પેક્ટરને થપ્પડ મારી પોતાની દબંગાઈ બતાવે છે.

આ કેસમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓફિસર અરુણ કુમાર બાલિયાએ જણાવ્યું હતું કે, બંનેની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષ પહેલાથી જ એકબીજાને ઓળખ છે. ગેરસમજણના કારણે મારપીટ થઈ ગઈ હતી. બંને પક્ષ દ્વારા સમજૂતી કરી લેવામાં આવી છે. જોકે સામેના પક્ષ તરફથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું કોઈ નિવેદન નથી આવ્યું. પોલીસ ઈન્ચાર્જની વાત પરથી લાગી રહ્યું હતું કે કંઈક ભીનું સંકેલાય રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments