Warning: Attempt to read property "query_var" on bool in /home/chintan1/public_html/wp-includes/taxonomy.php on line 4666

Homeગામનાં ચોરેસમીર વાનખેડેનો મુંબઈ પોલીસને પત્ર, ‘મારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરતા,...

સમીર વાનખેડેનો મુંબઈ પોલીસને પત્ર, ‘મારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરતા, કારણ કે….’

Team Chabuk-National Desk: મુંબઈ ડ્રગ્સ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, કેટલાક લોકોના ખોટા ઈરાદાના કારણે સમીર વાનખેડેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન થવી જોઈએ. 24 ઓક્ટોબરના રોજ લખવામાં આવેલા પત્રમાં એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પષ્ટ કહ્યું છે કે, કેટલાય લોકો તેની ધરપકડ કરવાની અને જેલ મોકલવાની વાત કરી રહ્યા છે.

‘‘હું સમીર વાનખેડે, 2008ની બેન્ચનો ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસનો અધિકારી છું. વર્તમાન સમયમાં એનસીબીમાં જોનલ ડાયરેક્ટરના રૂપમાં 31 ઓગસ્ટ 2020થી પોતાની સેવાઓ આપું છું. મારા ધ્યાનમાં આવ્યું છે કે, ખોટા તથ્યોના કારણે મને જુઠ્ઠી રીતે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, મારી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. મીડિયાના કેટલાક સન્માનિત લોકો દ્વારા મને જેલ મોકલવા અને પદ પરથી હટાવવાની ધમકીઓ મળી રહી છે. મારી તમને અપીલ છે કે, ખોટા તથ્યો અને ખોટા ઈરાદાઓની સાથે લગાવવામાં આવેલા આરોપો હેઠળ તમે મારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરો.’’

– સમીર વાનખેડે

માનવામાં આવી રહ્યું છે કે સમીર વાનખેડે દ્વારા લખાયેલા આ પત્રમાં, એનસીપીના નેતા નવાબ મલિકનું નામ લીધા વગર નિશાનો સાધવામાં આવ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી નવાબ મલિક સતત સમીર વાનખેડે પર પ્રહાર કરી રહ્યા છે અને તેમની નોકરી આંચકી લેવાની વાત કરી રહ્યા છે. ગુરૂવારના રોજ તેમના પર વસૂલીનો આરોપ લગાવ્યો હતો. નવાબ મલિકે ટ્વીટ મારફતે દાવો કર્યો હતો કે કોવિડ-19 મહામારીના સમયે એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે માલદીવ્સમાં ફિલ્મી હસ્તિઓની પાસેથી ઉઘરાણી કરી રહ્યા હતા. સમીર વાનખેડે દ્વારા આ આરોપો પર પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના પરિવારની સાથે માલદીવ્સ ગયા હતા.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ કિરણ ગોસાવીનું નામ સામે આવ્યું હતું. કિરણ ગોસાવી ખાનગી ડિટેક્ટિવ છે અને એનસીબીએ જ્યારે ક્રૂઝ પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત હતો. બીજી બાજુ ગોસાઈ પહેલાથી જ પોલીસ બેડામાં વોન્ટેડ હોવાની ખબરોએ ઘણી ચર્ચા ફેલાવીને રાખી છે. ગોસાવીનો જ બોડીગાર્ડ પ્રભાકર સેલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીનો સાક્ષી છે.

પ્રભાકર એ વ્યક્તિ છે, જેણે જણાવ્યું હતું કે, ગોસાવીએ સમીર વાનખેડે તરફથી આર્યન ખાનને છોડાવવા માટે 25 કરોડની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે, કિરણ ગોસાવી અને સેમ નામના એક વ્યક્તિને એનસીબીની ઓફિસમાં મળતા જોયા હતા. જ્યાંથી ગોસાવી અને સેમ લોઅર પરેલ ગયા હતા. જ્યાં એક બ્લૂ કલરની ગાડી આવી હતી. પ્રભાકર સેલનો દાવો છે કે, તેમણે શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાનીને એ બ્લૂ ગાડીમાં જોઈ હતી. પ્રભાકરના જણાવ્યા અનુસાર, ગોસાવી અને સેમે પોતાની વાતચીતમાં 25 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. પણ 18 કરોડમાં આ આખી વાત સેટલ કરવા રાજી થઈ ગયા હતા. ગોસાવીએ કથિત રૂપથી કહ્યું હતું કે, 18માંથી 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેની પાસે જશે અને બાકીના પૈસા અન્યોમાં વેચાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments