Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં એક યુવતીએ દલિત યુવકની સાથે પ્રેમ લગ્ન કર્યા. છોકરીનો પરિવાર તેના લગ્નની વિરૂદ્ધ હતો. પરિવારજનોએ સૌ પ્રથમ છોકરીને જબરદસ્તી લગ્ન તોડી નાખવાનું કહ્યું. જ્યારે વાત ન બની ત્યારે પરાણે તેને નર્મદા નદીમાં નવડાવી તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. ઓનર કિલિંગના ભયને કારણે દંપતિએ પોલીસ પ્રોટેક્શનની માગણી કરી છે. પોલીસે આ સમગ્ર ઘટનામાં મહિલાના પિતા અને ત્રણ સંબંધીઓની વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો છે.

સાક્ષી યાદવ નામની યુવતીએ ગત વર્ષે અમિત અહિરવાર નામના યુવકની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. સાક્ષીના લગ્ન વિશે તેના પિતાને જાણકારી હોવા છતાં, છોકરી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ તેમણે દાખલ કરાવી દીધી. આ અંગે સાક્ષીનું કહેવું છે કે, 11 માર્ચ 2020ના રોજ અમે લગ્ન કર્યા હતા. 4 જાન્યુઆરી 2021ના રોજ આ અંગે મેં પિતાને વાત પણ કરી હતી. મારા પિતા મને કેટલીય વખત મળ્યા હતા, છતાં તેમણે ચોપાના પોલીસ સ્ટેશનમાં હું ગાયબ થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ઘટનામાં પોલીસે FIR પર એક્શન લેતા સાક્ષીને તેના પિતાને ત્યાં મોકલી દીધી હતી અને પરિવારે સાક્ષીની નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરવા માટે રાજગઢ મોકલી દીધી હતી. સાક્ષીને 18 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના કારણે પિતા હોસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યા હતા. જ્યાંથી હોશંગાબાદ લઈ ગયા. જ્યાં નર્મદા નદીમાં તેનું જબરદસ્તી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. પહેલા લોકોની સામે તેના વાળ કાપવામાં આવ્યા અને પછી બળજબરી અર્ધ નગ્ન કરી પાણીમાં ડૂબકી મરાવવામાં આવી. પરિવારજનો આ બધી સમસ્યાનું મૂળ, પુત્રીનો દલિત યુવક સાથેનો વિવાહ માનતા હતા.

યુવતીનું કહેવું છે કે, ને જબરદસ્તી ફારગતિ આપવાનું કહેવામાં આવી રહ્યું છે. લગ્ન બાદ જ બંનેને મારી નાખવાની ધમકી મળી રહી છે. પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી છે પણ પોલીસ કશું કરી નહોતી રહી.’ અંતે 29 ઓક્ટોબરના રોજ પોલીસે ત્રણ લોકોની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. જેમાં સાક્ષીના પિતા અને તેના ત્રણ સંબંધીઓનો સમાવેશ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત