Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (ajit pawar) વિરુદ્ધ પગલાં ભરવાના શરૂ થઈ ગયા છે. આવક વેરા વિભાગે (income tax department) આજે સવારે જ અજિત પવારની આશરે 1400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આવક વેરા વિભાગે અજિત પવારની ઘણી પ્રોપર્ટીને જપ્ત કરવાની નોટિસ ઈસ્યુ કરી છે. તેમાં મહારાષ્ટ્રની 27 પ્રોપર્ટી, ગોવાનું 250 કરોડનું રિસોર્ટ અને 600 કરોડની એક સુગર મીલ સામેલ છે. આ સિવાય તેમાં દિલ્હીની કેટલીક પ્રોપર્ટીઓ પણ સામેલ છે. આ સંપત્તિઓ 1400 કરોડથી વધુની કિંમતની છે.
જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં દક્ષિણી દિલ્હી સ્થિત લગભગ 20 કરોડનો ફ્લેટ સામેલ છે. નિર્મલ હાઉસ સ્થિત પાર્થ પવાર ઓફિસની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. જરંદેશ્વર શુગર ફેક્ટરી લગભગ 600 કરોડની છે. આ ઉપરાંત ગોવામાં રિસોર્ટ જેનું નામ નિલયા તેની કિંમત 250 કરોડ છે. હવે 90 દિવસનો સમય અજિત પવાર પાસે હશે એ સાબિત કરવા માટે કે આ પ્રોપર્ટીઝ જે એટેચ કરવામાં આવી તે બેનામી પૈસાથી ખરીદવામાં આવી નથી.
આવક વેરા વિભાગે ગયા મહિને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય કથિત રીતે જોડાયેલા ઓછામાં ઓછા 70 સ્થળો પર રેડ પાડી હતી. આવક વેરા વિભાગે કહ્યું છે કે, દરોડા દરમિયાન લગભગ 184 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના પુરાવા મળ્યા છે. દરોડામાં 2.13 કરોડ રૂપિયાની બેનામી રોકડ અને 4.32 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
અનિલ દેશમુખની ધરપકડ
આ પહેલાં ઈડીએ મની લોન્ડ્રીંગના એક કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ કરી લીધી હતી. ધરપકડની સૂચના ઇડીના અધિકારીઓએ આપી છે. ઇડીના અધિકારીઓ તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખની બળજબરીપૂર્વક વસૂલી અને મની લોન્ડ્રીંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ દેશમુખ આ કેસમાં ઈડી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓછામાં પાંચ સમન્સ પર હાજર રહ્યા ન હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત