Homeગામનાં ચોરેમહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં પોલીસે 26 નક્સલીઓને ઠાર માર્યા, કલાકો સુધી ચાલ્યું એન્કાઉન્ટર

મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં પોલીસે 26 નક્સલીઓને ઠાર માર્યા, કલાકો સુધી ચાલ્યું એન્કાઉન્ટર

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં  પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ગઢચિરોલીના SP અંકિત ગોયલે કહ્યું હતું કે, ગ્યારાપટ્ટીના જંગલોમાં  મહારાષ્ટ્ર પોલીસની C-60 યુનિટ સાથે થયેલી અથડામણમાં 26 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ અથડામણમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત પણ થયા છે.

કેટલાક દિવસ અગાઉ અહીંથી પોલીસે 2 લાખનું ઈનામ ધરાવતા નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલી મંગારુ પર હત્યા તથા પોલીસ પર હુમલો કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા હતા. ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી છાવણીઓ અંગે પોલીસને માહિતી મળી હતી.​​​​​​​ત્યારબાદ પોલીસની C-60 નામની ટીમ નક્સલવાદીઓ સામે અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

દાવો છે કે,  ટીમ અભિયાન સમયે જ્યારે આ છાવણીઓ નજીક પહોંચી ત્યારે નક્સલવાદીઓને આ અંગે માહિતી મળી ગઈ હતી. પહેલાં નક્સલીઓએ પોલીસની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં પોલીસની ટીમે પણ ફાયરિંગ કર્યું હતું. સામ સામે ફાયરિંગ શરૂ થતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક નક્સલીઓ ફરાર થઈ ગયા હતા જ્યારે આ ઘટનામાં 26 નક્સલીઓ ઠાર મરાયા હતા.

આજે સવારે આ ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસના કહેવા મુજબ કેટલાય કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ દરમિયાન નક્સલીઓના કેટલાય કેમ્પ પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments