Homeગામનાં ચોરેગાયના છાણ અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ: શિવરાજસિંહ ચૌહાણ

ગાયના છાણ અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ: શિવરાજસિંહ ચૌહાણ

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગાયને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગાયના ગોબર (છાણ) અને ગૌમૂત્રને આર્થિક દૃષ્ટીકોણથી ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઈન્ડિયન વેટનરી એસોસિએશનની મહિલા વિંગના એક સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે ગાયના છાણ અને મૂત્ર થકી રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં સહાયતા મળી શકે છે.

આ ઘટના સંબિધિત એક વીડિયો સમાચાર એજન્સી ANI દ્વારા તેમના ટ્વીટર પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના સીએમ ગાયના ગોબર અને મૂત્રનું અનેરું મહત્વ સમજાવતા દેખાય છે. સીએમએ સમ્મલેનમાં કહ્યું કે ગાય અને બળદ વિના કામ નહીં ચાલી શકે. સરકારે અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવી છે. પણ જ્યાં સુધી સમાજ નહીં જોડાય, ત્યાં સુધી ગૌશાળાઓથી કામ નહીં ચાલે.

તેમણે ગાયના છાણનું મહત્વ સમજાવતા કહ્યું કે મધ્યપ્રદેશમાં અલખ જગાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે તો ગાયના ગોબરથી ઉર્વરક અને કીટનાશક પણ બની રહ્યા છે. તેમણે પોતાની વાત પર વજન લાવતા કહ્યું કે, ગોબર અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ. દેશને આર્થિક રૂપથી સક્ષમ બનાવી શકીએ છીએ. અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મધ્યપ્રદેશના સ્મશાન ઘાટ પર લાકડાઓ ન સળગે.

કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ કહ્યું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ગૌપાલન સાથે જોડાયેલી છે. અને તેના પરિણામ સ્વરૂપ ડેરી વ્યવસાયમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments