Homeગામનાં ચોરેઅહો આશ્ચર્યમ! મહિલા IPSની પેન ખોવાતા પોલીસ કોન્સ્ટેબલોને ધંધે લગાડ્યા

અહો આશ્ચર્યમ! મહિલા IPSની પેન ખોવાતા પોલીસ કોન્સ્ટેબલોને ધંધે લગાડ્યા

Team Chabuk-National Desk: જિલ્લા મુખ્યાલય કુલ્લૂમાં પોલીસ ભરતીની વ્યવસ્થાના ભાગ રૂપે નિયુક્ત, હિમાચલ પ્રદેશ પોલીસની એક મહિલા આઈપીએસ (IPS) અધિકારીની મોંઘીદાટ પેન ગુમ થઈ ગઈ હતી. પેનને શોધવા માટે પોલીસના જવાનોને ધંધે લગાડી દીધા હતા. પેન તો ન મળી પણ મીડિયાને ખબર મળી ગઈ. પોલીસ અધિકારીની ગાયબ થયેલી પેન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાયબ થયેલી પેનની કિંમત હજ્જારોમાં હોવાની માહિતી મળી રહી છે.

આમ તો કોઈની યાદગીરી રૂપે હોય કે કોઈએ ખાસ ભેટ સ્વરૂપે આપી હોય તો બરાબર છે! પરંતુ આઈપીએસ (IPS) કક્ષાના અધિકારીની જ્યારે પેન ખોવાય જાય ત્યારે આટલો હલ્લો? પેન શોધવા માટે લાંબા થયેલા પોલીસ કર્મચારીઓએ ઢાલપુરની કેટલીય દુકાનોમાં જઈને પૂછપરછ કરી હતી. ત્યાં સુધી કે પેન જ્યારે આરોપી હોય તેમ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ મહિલા આઈપીએસ અધિકારીને હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં ચાલી રહેલા પોલીસ ભરતી મેળામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

રવિવારની સાંજે તે ઢાલપુર સ્થિતિ હોસ્પિટલની આસપાસની દુકાનોમાં કેટલાક સામાનની ખરીદી કરવા માટે ગઈ હતી. એ સમયે જ તેમની મહામૂલી પેન ક્યાંક ખોવાઈ ગઈ. પેન શોધવાની પ્રથમ તેમણે કોશિશ કરી પણ પેન મળી નહીં. એવામાં સોમવારના બપોરના સમયે પોલીસ કર્મચારીઓ દુકાનમાં પહોંચ્યા અને પેન અંગે પૂછપરછ કરવા લાગ્યા. એ સમયે તેમણે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યાં હતાં. આ અંગે પોલીસ અધિક્ષક કુલ્લૂ ગુરૂદેવ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે જાણકારી ન હોવાનું જણાવી હાથ ઉંચા કરી લીધા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments