Homeગામનાં ચોરેઓમિક્રોને તરખાટ મચાવતા અન્ય રાષ્ટ્રોનું આફ્રિકા સાથે ઓરમાયું વર્તન

ઓમિક્રોને તરખાટ મચાવતા અન્ય રાષ્ટ્રોનું આફ્રિકા સાથે ઓરમાયું વર્તન

Team Chabuk-International Desk: ઓમિક્રોન તખલ્લુસ ધારણ કરી કોરોના ફરી દક્ષિણ આફ્રિકામાં તરખાટ મચાવી રહ્યો છે. આફ્રિકા જેવા મધ્યમવર્ગીય દેશ માથે આ પડ્યા પર પાટુ છે. આફ્રિકામાં નવો સ્ટ્રેન દેખાતા હવે તેના પર વિશ્વના રાષ્ટ્રો અનેકાનેક પ્રતિબંધો લગાવી રહ્યા છે. યુરોપ ખંડના રાષ્ટ્રોની સ્થિતિ દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી છે, કારણ કે કોરોનાની પહેલી લહેરમાં વાઈરસે ત્યાં સોથ બોલાવી નાખ્યો હતો અને ઈટાલીના રાષ્ટ્રપ્રમુખને પણ મીડિયા સામે ચોધાર આંસુએ રડાવી પાંગળા સાબિત કરી દીધા હતા. હવે આ સ્થિતિ ફરી ન પનપે આ માટે યુરોપ ખંડ સહિતના અન્ય દેશો પણ સક્રિય થઈ ગયા છે.

shree-hari-jyotish

આ વચ્ચે દક્ષિણ આફ્રિકાનું નિવેદન સામે આવ્યું છે. આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી જો ફાહલાએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાની સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, એ ખોટો છે. અમને એડવાન્સ જીનોમ સીક્વેસિંગ દ્વારા નવા વેરિએન્ટને શોધવાનો દંડ આપવામાં આવી રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયની તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે કોરોનાના નવા વેરિએન્ટને જલ્દી જ શોધી વિશ્વને સતર્ક કર્યું છે. આ વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ વધારે જોખમી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેને ચિંતાજનક શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. અમારી ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક પ્રોદ્યોગિકી પ્રશંસાને પાત્ર છે. પણ વિશ્વ અમારી સામે ઓરમાયું વર્તન દાખવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કોરોનાની રોકથામ માટે અમે પણ એટલા જ પ્રયાસ કરી રહ્યા છે, જેટલા અન્ય દેશ કરી રહ્યા છે. અમારી પાસે વિશ્વસ્તરના ઉપકરણો છે.

ઓમિક્રોનની સૌથી પહેલા માહિતી દક્ષિણ આફ્રિકાને મળી હતી. કોરોનાનો આ વેરિએન્ટ અત્યાર સુધીના તમામ વેરિએન્ટ કરતા સૌથી ખતરનાક છે. સ્થિતિ એવી છે કે વેરિએન્ટ આફ્રિકાની સાથે સાથે ઈઝરાયલ, બોત્સવાના, હોંગકોંગ અને બેલ્જિયમ સહિતના અન્ય દેશોમાં પહોંચી ચૂક્યો છે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન તમામ રાષ્ટ્રોએ પોત પોતાની સીમાને બંધ કરી દીધી હતી. કેટલાય રાષ્ટ્રોમાં લાગેલા લોકડાઉનના કારણે મહિનાઓ સુધી લોકો પારકા દેશમાં ફસાઈ ગયા હતા. પરિણામે દેશની અર્થવ્યવસ્થાની કમર ભાંગી ગઈ હતી. કોરોનાએ આપેલ અર્થવ્યવસ્થાના મરણતોલ ફટકાના કારણે બેવડ વડી ગયેલા રાષ્ટ્રો આજે પણ ઉભા નથી થઈ શક્યા.

વિશ્વભરના રાષ્ટ્રો કોરોનાની બીજી લહેર ઠંડી પડ્યા પછી ઓનલાઈન કે રૂબરૂ મુલાકાત કરી, સૌને સાથે લાવી, ઉમળકાભેર ગળે મળી, એકત્ર થઈ મદદની મીઠી મીઠી વાતો કરતાં હતાં. પણ નવા વેરિએન્ટે દેખા દેતા એ તમામ કાનભાવતી વાતોના સૂરસૂરિયા થઈ ગયા છે, કારણ કે તમામ રાષ્ટ્રોને જ્ઞાત છે કે કોરોના એક વખત ફેલાય ત્યારે કેવી ઉથલપાથલ મચાવી નાખે છે. એશિયાના વસતિ આધારિત બે મોટા દેશ ચીન અને ભારતમાં સૌથી વધુ જોખમી બની તૂટી પડે છે. દક્ષિણ આફ્રિકાએ નવા વેરિએન્ટની માહિતી આપી તેનાથી કેટલાય રાષ્ટ્રોના પેટમાં આગ લાગી છે કારણ કે પરિસ્થિતિ એક વખત હાથમાંથી સરકી જાય તો કેવી ભયજનક સ્થિતિનું નિર્માણ થાય છે તેનાથી સૌ અવગત છે. અહીં મહાસત્તાઓ શંકાના દાયરામાં આવી જાય છે કે જો દક્ષિણ આફ્રિકાને નવા વેરિએન્ટનો ખ્યાલ હોય તો જગત જમાદારને તો હોય જ શકે!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments