Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં આજે રવિવારે લેવાનાર UP TET પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. આજે 28 નવેમ્બરે પેપર લેવાય તે પહેલાં જ પેપર ફૂટી જતાં પરીક્ષાને રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા એટલે કે UP TETનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થઈ ગયું હતું. પેપર-1 સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને પેપર-2 બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવાનાર હતું.
પેપર લીક થવાના સમાચાર સામે આવતાં જ STFએ સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં પ્રયાગરાજ, મેરઠ અને ગાઝિયાબાદમાંથી ઘણા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે આ UP TETની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે અને પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
UPTET 2021 examination scheduled to be held today stands cancelled due to alleged paper leak
— ANI UP (@ANINewsUP) November 28, 2021
Dozens of suspects detained by STF in the paper leak case, the investigation is on. UP government will conduct the exam again within a month: Prashant Kumar, ADG, Law & Order
(file pic) pic.twitter.com/U4gDXCYJ0a
UPTET 2021 examination has been cancelled following information of paper leak. UP government will conduct the exam again within a month. Investigation to be conducted by UP STF: Dr Satish Dwivedi, Basic Education Minister pic.twitter.com/hexAHuapVC
— ANI UP (@ANINewsUP) November 28, 2021
UP TETની આજે યોજાનાર પરીક્ષામાં પેપર-1 ધોરણ 1 થી 5 માટે સવારે 10.30 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનાર હતું. જ્યારે ધોરણ 6 થી 8 માટે પેપર-2ની પરીક્ષા બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાનાર હતી. આ પરીક્ષામાં રાજ્યના 13,52,086 ઉમેદવારો બેસવાના હતા.

મળતી માહિતી પ્રમામે, પરીક્ષા હવે એક મહિના પછી યોજાઈ શકે છે. જો કે, ઉમેદવારોને બીજી વખત પરીક્ષામાં બેસવા માટે કોઈ પણ ફી આપવી પડશે નહીં. આ માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ ઉપર નોટિફિકેશન ચેક કરવું પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
