Team Chabuk-International Desk: વિશ્વ ધીમે ધીમે કાગળ રહિત દિશા તરફ ડગ માંડી રહ્યું છે. ભારતમાં પણ મંથર ગતિએ પેપરલેસ પ્રક્રિયા થઈ રહી છે. જોકે સમાચાર દુબઈથી આવી રહ્યા છે. જ્યાં સમગ્ર શહેર કાગળ રહિત થઈ ગયું છે. 100 ટકા કાગળ રહિત દુનિયાની પ્રથમ સરકાર દુબઈની બની છે. સંયુક્ત અરબ અમીરાતના યુવરાજ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે ઘોષણા કરી છે કે સરકાર કાગળ રહિત થવાના કારણે 1.3 અરબ દિરહમ અર્થાત્ 35 કરોડ ડોલર અને ચાલીસ લાખ શ્રમ કલાકો બચ્યા છે.
દુબઈ સરકારમાં હાલ આંતરિક, બાહરી લેવડ દેવડ અને પ્રક્રિયાઓ હવે 100 ટકા ડિઝીટલ છે અને એક વ્યાપક સરકારી ડિઝીટલ સેવા મંચ તેની સાર સંભાળ રાખે છે અને પ્રબંધન કરે છે. શેખ હમદાને શનિવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવું જીવનની તમામ પ્રાથમિકતાઓને ડિઝીટલ બનાવવાની દુબઈની યાત્રામાં એક નવા ચરણના આરંભનું પ્રતીક છે. આ યાત્રાનો આધાર નવોન્મેષ, કલાત્મકતા અને ભવિષ્ય પર કેન્દ્રિત છે.
તેમણે કહ્યું કે આ ઉપલબ્ધિ દુબઈની સ્થિતિને વિશ્વ અગ્રણી ડિઝીટલ કરન્સીના રૂપમાં અને સરકારી સંચાલન અને સેવાઓને ડિઝાઈન કરવામાં એક આદર્શ મોડલના રૂપમાં તેની સ્થિતિ મજબૂત કરે છે, જે ગ્રાહકોની ખુશી માટે કાર્ય કરે છે.
દુબઈ યુવરાજ શેખ હમદાને કહ્યું કે સરકાર આગામી પાંચ દાયકાઓમાં દુબઈમાં ડિઝીટલ જીવન બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા ઉન્નત રણનીતિઓ લાગુ કરવાની યોજનાનું નિર્માણ કરી રહી છે. જોકે અમેરિકા, ઈંગ્લેન્ડ, યૂરોપ અને કેનેડાએ મોટા પાયે સરકારી સંચાલનને ડિઝીટાઈઝ કરવાની યોજના વ્યક્ત કરી છે. જોકે અવાર નવાર થતાં સાઈબર હુમલાના કારણે તેમની યોજના સંદેહના વર્તુળમાં ઘેરાઈ જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
