Team Chabuk-National Desk: લાંબા સમય બાદ અલીપુરદ્વાર જિલ્લાના બક્સા જંગલમાં રોયલ બેંગોલ ટાઈગરની ગર્જના સાંભળવા મળી છે. વાઘની ઉપસ્થિતિથી જંગલકર્મીઓ અને બક્સાની આસપાસના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રવિવારથી દસ દિવસ માટે જંગલમાં જંગલ સફારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળ વન વિભાગે જંગલ સફારી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય રોયલ બેંગોલ ટાઈગરની તસવીર કેમેરામાં કેદ થયા બાદ લીધો છે. વન મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકે કહ્યું કે જંગલ અને તેના બહારના વિસ્તારોમાં પર્યટકોની બુકિંગ રદ્દ કરી દેવામાં આવી છે. જંગલ અને તેના બહારના વિસ્તારોમાં પર્યટકોની બુકિંગ રદ્દ કરવામાં નહીં આવે જ્યારે હાથી સફારી અને ગાઢ વિસ્તારોમાં જીપની સવારીને દસ દિવસ સુધી અનુમતિ નહીં આપવામાં આવે.
વન મંત્રીએ કહ્યું કે આપણે પર્યટકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. સુંદરવન ટાઈગર રિઝર્વથી અમારા કર્મચારીઓ સોમવારના રોજ નિરીક્ષણ માટે વિસ્તારમાં પહોંચશે અને પુષ્ટી કરશે કે શું એ રોયલ બેંગોલ ટાઈગર છે? અને છે તો ક્યાંથી આવ્યો છે. ફોટો પ્રાપ્ત થવાથી સંભાવના તો લાગી રહી છે કે તે રોયલ બેંગોલ ટાઈગર જ છે.
વન મંત્રી મલ્લિકાએ કહ્યું કે એ વાતની પણ માહિતી મેળવવાની છે કે શું જાનવર અસમના જંગલોમાંથી આવીને બક્સા સુધી પહોંચ્યું છે. મંત્રીએ આ અંગે વધુમાં કહ્યું કે રાજ્ય અસમથી વીસ વાઘને બક્સામાં લાવવાની યોજના બનાવી રહ્યું છે. ગત બે દાયકાઓથી બક્સામાં રોયલ બેંગોલ ટાઈગર જોવા નહોતો મળ્યો. 1988માં અંતિમ વખત બક્સા વિસ્તારમાં રોયલ બેંગોલ ટાઈગર જોવા મળ્યો હતો. જે પછી 2021ના અંતમાં તે જોવા મળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત

