Homeગામનાં ચોરેઓમિક્રોનથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને આપી જાણકારી

ઓમિક્રોનથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને આપી જાણકારી

Team Chabuk-National Desk: વિશ્વભરમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ જાણકારી આપતા કહ્યું કે, બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત થયું છે. અહીં રવિવારે ઓમિક્રોનના 1,239 કેસ નોંધાયા હતા. આ દરમિયાન બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદે કહ્યું હતું કે, ક્રિસમસ દરમિયાન કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે રોજ 5 લાખથી વધારે લોકો સંક્રમણનો ભોગ બની શકે છે. વેક્સિનના બન્ને ડોઝ તો બરાબર પણ મોટી ઉંમરની તમામ વ્યક્તિઓ ત્રીજો ડોઝ પણ લઈ લે તે હિતાવહ હોવાનું જણાવ્યું છે.

ઓમિક્રોનના ખતરાને જોતા ઈંગ્લેન્ડમાં 30 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે માટે હાલ બુકિંગ શરૂ થઈ ગયું છે. લંડનમાં વેક્સિનેશન ક્લિનિકનો પ્રવાસ કરતા બોરિસ જોનસને કહ્યું કે, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ હવે આવવા લાગ્યા છે.

એક નવા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો જાન્યુઆરી 2022માં કોરોના વાઇરસનો આ નવો વેરિયન્ટ બ્રિટનમાં એક મોટી લહેર બની શકે છે. LSHTMના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે રીતે અત્યારે ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે એ જોતાં લાગે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં ઘણા દર્દીઓને દાખલ કરવા પડશે.

સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ઈંગ્લેન્ડમાં Omicron B.1.1.1.529 વેરિયન્ટને કારણે SARS-CoV2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં નહીં આવે તો કેસની સંખ્યા વધી શકે છે. હાલ યુકે અને ડેનમાર્કમાં ઓમિક્રોનના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જોકે હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે ઓમિક્રોનને કારણે ગંભીર બીમારી થઈ શકે છે અને એ જીવલેણ છે. અત્યાર સુધીના દરેક ડેટા પ્રમાણે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણો પણ સામાન્ય છે. ભારતમાં પણ મોટાં શહેરોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 38 કેસ નોંધાઈ ચુક્યા છે.

whatsapp group join link

આ નવું સંશોધન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બ્રિટનમાં ઓમિક્રોનના 448 નવા કેસ સામે આવ્યા છે. આમ, હવે દેશમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલા કુલ કેસની સંખ્યા 1265 થઈ ગઈ છે. સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ઓમિક્રોનના નવા કેસની સંખ્યા ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધારે થઈ શકે છે.

બ્રિટનમાં શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટનને જાન્યુઆરીથી ‘ઓમિક્રોન’માંથી નીકળતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ કહે છે કે ઈંગ્લેન્ડમાં હાલમાં જે દરે ચેપ વધી રહ્યો છે તેના પરિણામે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થશે.

અભ્યાસથી સંકેત મળે છે કે ઓમિક્રોન સાથે જોડાયેલા કેસની સંખ્યા ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ કરતા આગળ નિકળી શકે છે. દેશમાં અત્યાર સુધી ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ વધુ આવી રહ્યાં છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments