Team Chabuk-political Desk: મુંબઈની મોડલ અને છોટાઉદેપુર જિલ્લાના કાવિઠા ગામમાં સરપંચ પદની ચૂંટણીમાં જંપ લાવનાર એશ્રા પટેલે સવારે કાવિઠા ગામની શાળામાં મતદાન મથક પર જઈને મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને ખુબ લાગણી થઈ રહી છે. આજે મારા ઉપર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઈ છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે. એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. એટલે હું ચૂંટણી જીતુ કે હારું, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશીર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે અહીંના લોકો માટે જીતવું છે.
મુંબઈની મોડેલ એશ્રા પટેલ પોતાના વતન કાવિઠા ગામમાં સરપંચ પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવિઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. ત્યારે એશ્રા પટેલ સહિત ચાર મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે.
એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ પણ કર્યું છે.
એશ્રા પટેલે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં વિકાસ થઈ રહ્યો છે તો મારા ગામમાં કેમ નહીં ? એટલે મને થયું કે મારે ગામ માટે કંઈક કરવું જોઈએ. કોરોનાકાળમાં ગામ લોકો કેવા પરેશાન થયા હતા તેની વાત પણ એશ્રા પટેલે કરી હતી.
એશ્રા પટેલના પિતા નરહરી પટેલ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
