Homeગામનાં ચોરેકપૂરથલા ગુરૂદ્વારા અનાદર કેસ: ‘યુવક ચોરીના ઈરાદાથી ઘુસેલો એટલે મારી નાખ્યો.’

કપૂરથલા ગુરૂદ્વારા અનાદર કેસ: ‘યુવક ચોરીના ઈરાદાથી ઘુસેલો એટલે મારી નાખ્યો.’

Team Chabuk-National Desk: કપૂરથલામાં ભીડે જે વ્યક્તિને બર્બરતાપૂર્વક રહેંસી નાખ્યો, પોલીસના જણાવ્યા અનુસાર તે ચોરી કરવાના ઈરાદા સાથે ઘુસ્યો હતો. કપૂરથલાના એસએસપી હરકમલપ્રીતસિંહ ખખેએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે યુવક ફક્ત અને ફક્ત ચોરીના ઉદ્દેશ્યથી આવ્યો હતો. તેમણે એ પણ કહ્યું કે જે લોકોએ યુવકની મારી મારીને હત્યા કરી નાખી, તેમની વિરૂદ્ધ હત્યાના આરોપનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

આ પૂર્વે સોશિયલ મીડિયા પર કપૂરથલાના નિજામપુર ગામનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં યુવક જમીન પર પડેલો દેખાય છે. તેના હાથ બંધાયેલા છે અને કેટલાક લોકો તેને જઘન્યતાપૂર્વક માર મારી રહ્યા છે. યુવક પીડાથી કણસી રહ્યો છે. આ વીડિયોમાં નિજામપુર ગુરૂદ્વારાના કાર્યવાહક અમરજીતસિંહ યુવકની પીટાઈને યોગ્ય કહી રહ્યા છે. તેમનું કહેવું હતું કે યુવકે ગુરૂદ્વારામાં નિશાન સાહિબનું અનાદર કર્યું છે. અમરજીતસિંહે આ કથિત અનાદરની જાણકારી આપતા કહ્યું કે, ‘હું ચાર વાગ્યે દૈનિક પ્રાર્થના માટે નીકળ્યો હતો. ત્યારે જોયું કે એક યુવક નિશાન સાહિબનું અપમાન કરી રહ્યો છે. મેં તેને પડકાર ફેંક્યો. જે પછી તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો. જોકે થોડા સમય બાદ તેને લોકોએ પકડી પાડ્યો.’

અમરજીતે એ દાવો પણ કર્યો કે યુવકે જણાવ્યું હતું કે તેને કેટલાય અન્ય લોકોની સાથે અનાદર કરવા માટે દિલ્હીથી મોકલવામાં આવ્યો છે. અમરજીતના દાવા પ્રમાણે યુવકની એક બહેનને અનાદર માટે કોઈ જગ્યાએ મારી નાખવામાં આવી છે.

બીજી બાજુ કપૂરથલાના એસએસપીએ જણાવ્યું કે ઘટનાક્રમની જાણકારી મળતા તેઓ ગુરૂદ્વારા પહોંચ્યા હતા. જ્યાં તેણે જોયું કે ગુરૂ ગ્રંથ સાહિબનું અનાદર નથી થયું અને એ પૂરી રીતે સુરક્ષિત છે એમ જણાવ્યું હતું. એસએસપીના જણાવ્યા અનુસાર તેમણે ગુરૂદ્વારા પ્રબંધકોની સાથે વાત કરી. જેમાં માહિતી મળી કે યુવકે જે જેકેટ પહેરી રાખી હતી, એ તેમના સેવાદારોની હતી. એ આધાર પર અનુમાન લગાવવામાં આવ્યું છે કે યુવક કદાચ જેકેટ ચોરી કરીને લઈ જઈ રહ્યો હતો.

એસએસપી હરકમલપ્રીત ખખે એ પણ જણાવ્યું કે તેઓ પહોંચ્યા ત્યારે ભીડ યુવકને માર મારી રહી હતી. જે પછી તેમણે ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ભીડને એ પણ જણાવ્યું કે કોઈ પણ પ્રકારનું અનાદર નથી થયું. ખખના જણાવ્યા અનુસાર, ભીડે તેમની એક પણ વાત નહોતી માની અને યુવકને જાનથી મારી નાખ્યો હતો.

કપૂરથલાના એસએસપીના વાઈરલ થયેલા વીડિયોની સત્યતાને પણ પ્રમાણિત કરી છે. તેમના અનુસાર, ગુરૂદ્વારાના પ્રબંધકે જ આ વીડિયોને ફેસબુક પર લાઈવ કર્યો હતો. તેમણે એ પણ કહ્યું કે પોલીસ હવે પ્રમાણ એકઠું કરવા માટે વીડિયોનો ઉપયોગ કરશે. એસએસપી ખખેએ એ પણ જણાવ્યું કે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments