Team Chabuk-International Desk: કોરોનાના ઓમિક્રૉન વેરિએન્ટને લઈ કેટલાય દેશોએ સતર્કતા વધારી દીધી છે. બ્રિટનમાં રોજના કેસ એક લાખ કરતા વધુ આવવા લાગ્યા છે. ઓમિક્રૉનની આફતને જોતા બ્રિટીશ નિયામકોએ પાંચથી અગિયાર વર્ષના બાળકોમાં વેક્સિનેશન માટે ફાઈઝરના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ અમેરિકી સ્વાસ્થ્ય નિયામકોએ કોવિડ-19ની રોધઈ ફાઈઝરની ગોળીને મંજૂરી આપી દીધી છે. જેને રાષ્ટ્રપતિ જો બાઈડેને વિરાટ પગલું ગણાવ્યું છે.
બ્રિટનમાં ગત અઠવાડિયે કોરોનાના મહતમ કેસ 93,045 હતા જે ગત ચોવીસ કલાકમાં 1,06,122 થઈ ગયા છે. કોરોનાની ગત લહેરમાં બ્રિટનમાં એક દિવસમાં મહતમ 68,000 સુધી આંકડો પહોંચતો હતો. એ કારણે હવે દેશમાં ઓમિક્રૉન વેરિએન્ટને લઈને પણ ચિંતા પ્રવર્તી રહી છે. બ્રિટીશ નિયામકો દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વેક્સિન આપવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ત્યાંની સરકારે ક્વોરન્ટાઈનની સમય મર્યાદા 10 દિવસથી ઘટાડીને સાત દિવસ કરી દીધી છે.
કોરોનાનું ઓમિક્રૉન સ્વરૂપ ડેલ્ટા સ્વરૂપ કરતા ઓછું ઘાતક છે. આ વાત બ્રિટનની સરકારે પોતાની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી તરફથી ગુરૂવારના રોજ જાહેર કરેલા વિશ્લેષણના આધાર પર કહી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર ઓમિક્રૉન સંક્રમણ ધરાવતા લોકોમાં ગંભીર લક્ષણ વિકસિત થવાની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે.
એજન્સીએ એ પણ કહ્યું કે, શરૂઆતના પરિણામ બતાવે છે કે ડેલ્ટાની જગ્યાએ ઓમિક્રૉનથી સંક્રમિત થનારા લોકો અતિરિક્ત સારસંભાળની 30થી 45 ટકા જરૂરિયાત ઓછી પડી રહી છે. તેમની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના પણ 50થી 70 ટકા ઓછી છે. નિષ્કર્ષ એ પણ દર્શાવે છે કે કોરોના વેક્સિનની બૂસ્ટર ડોઝનો પ્રભાવ 10 અઠવાડિયા બાદ ઓછો થઈ જાય છે. આમ છતાં નિષ્ણાતો દ્વારા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે વેક્સિન જ તેની વિરૂદ્ધ બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
યૂકેએચએસએની મુખ્ય કાર્યકારી ડો.જેની હેરિસે કહ્યું કે ઓમિક્રૉન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કોવિડ-19 વેક્સિન તેની વિરૂદ્ધ આપણું સુરક્ષા કવચ છે. એજન્સીનું વિશ્લેષણ નવેમ્બરની શરૂઆતથી જ યુકેમાં ઓમિક્રૉન અને ડેલ્ટાના તમામ કેસ પર આધારિત છે. આ દરમ્યાન 132 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ઓમિક્રૉનની ઝપેટમાં આવ્યા બાદ 28 દિવસની અંદર અંદર 14 લોકોના મોત થઈ ગયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
