Homeગામનાં ચોરેત્રણ હજાર લૂંટવા યુવકને પથ્થરો માર્યા અને ગટરમાં વહાવી દીધો

ત્રણ હજાર લૂંટવા યુવકને પથ્થરો માર્યા અને ગટરમાં વહાવી દીધો

Team Chabuk-National Desk: દક્ષિણ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં સાતથી આઠ લોકોએ લૂંટ મચાવ્યા બાદ થયેલી તકરારમાં બે લોકો પર પથ્થરોનો વાર કર્યો હતો. આરોપીઓ બંનેને જમીન પર પછાડી ત્યાં સુધી પથ્થરો મારતા રહ્યાં જ્યાં સુધી ઢીમ ન ઢળી જાય. આરોપીઓએ આ બંનેના મૃતદેહને ગટરમાં વહાવી દીધા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્રણ હજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. અહીં સ્થાનિકોએ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી.

બંનેને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં બુધવારના રોજ એક યુવકનું મોત થઈ ગયું. મૃતકની વય 24 વર્ષની છે અને તેનું નામ જતિન છે. ગુરૂવારના રોજ જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા ત્યારે પોલીસે આ અંગેનું નિવેદન આપ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં એક આરોપી રમઝાન અલીની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓનું પગેરું શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર જતિન પરિવારની સાથે એફ-બ્લોક, સંગમ વિહારમાં રહેતો હતો. તેના પરિવારમાં પિતા પ્રેમપાલ, એક મોટો ભાઈ આદિત્ય અને ભાભી છે. જતિન બેરોજગાર હતો. 19 ડિસેમ્બરના રોજ જતિનના મિત્ર સચિનના ભાઈનો જન્મદિવસ હતો. એ પોતાના મિત્ર પંકજની સાથે જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જ્યાંથી પંકજ અને જતિન મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. સચિનના ઘરેથી નીકળતા જ થોડે દૂર ગલી નંબર-3માં સાતથી આઠ યુવકોએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા હતા.

એક યુવકે જતિનને જે કંઈ પણ હોય તે આપવાનું કહ્યું હતું. એ વાત પર જતિનની આરોપીઓ સાથે તકરાર થઈ હતી. તકરારમાં આરોપીઓએ જતિનને જમીન પર પછાડ્યો હતો અને તેના પર પથ્થર વડે હુમલો કરવા લાગ્યા હતા. હુમલાથી તે બેભાન થઈ ગયો હતો. પંકજે વિરોધ કર્યો તો તેના પર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ જતિનના ખિસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા સેરવી લીધા હતા અને તેને ગટરમાં નાખી દીધો હતો. પંકજને પણ તેની સાથે ગટરમાં ફેંકી દીધો હતો. ભાન આવતા પંકજ પોતે ગટરમાંથી બહરા નીકળ્યો હતો.

તેણે બહાર નીકળી રાડો પાડી મદદ માગતા રસ્તેથી પસાર થતાં લોકો આવી પહોંચ્યા હતા. જતિનને ગટરમાંથી બહાર કાઢી પોલીસ અને તેના પરિવારજનોને આ ઘટના અંગે અવગત કર્યાં હતાં. જ્યાંથી એમ્સ ટ્રોમા સેન્ટરમાં બંનેને ઈલાજ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં જતિનની બુધવારે મૃત્યુ થઈ ગઈ. ગુરૂવારના રોજ વીડિયો વાઈરલ થવા પર પોલીસે એક આરોપી રમઝાનની ધરપકડ કરી લીધી હતી. અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments