Team Chabuk-National Desk: દેશમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે તે વચ્ચે એક સારા સમાચાર પણ મળ્યા છે. ભારતમાં બાળકો માટેની વેક્સિનને ઈમરજન્સી મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ગઈ છે. આ વેક્સિન 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને આપી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં બાળકોની વેક્સિન અંગે જાણકારી આપી હતી. સાથે જ તેમણે ઓમિક્રૉનની આફત અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પેનિક ન કરો, સાવધાન અને સતર્ક રહો. આપણી પાસે 90 હજાર બેડ ઉપલબ્ધ છે સાથે જ 3 હજાર ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં નેઝલ અને DNA વેક્સિન પણ શરૂ થશે. તેમણે કહ્યું કે, 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દીધા છે. 141 કરોડ વેક્સિન ડોઝના મુશ્કેલ લક્ષ્યને ભારતે ક્રોસ કર્યું છે. વયસ્ક જનસંખ્યામાં ઓછામાં ઓછા 90 ટકાને વેક્સિનના એક ડોઝ આપવામાં આવ્યા છે. ભારતવાસી તે વાત પર ગર્વ કરશે કે આપણે તમામ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આ કર્યું છે.
સમગ્ર દેશમાં ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતે ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં કોરોના બેકાબૂ બની શકે છે. કેરળના કોવિડ એક્સપર્ટ કમિટીના સભ્ય ડૉ. ટી.એસ. અનીષે કહ્યું કે, જણાવ્યું છે કે, ઓમિક્રોનના ગ્લોબલ ટ્રેન્ડ જોતાં ખ્યાલ આવ્યો છે કે આગામી બે-ત્રણ સપ્તાહમાં દેશમાં ઓમિક્રોનની સંખ્યા 1 હજાર સુધી પહોંચી જશે. જ્યારે બે મહિનામાં આ આંકડો 10 લાખે પહોંચી જશે.
ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 179 કેસ નોંધાયા છે. જ્યારે 69 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વડોદરામાં 7 સહિત રાજ્યમાં 13 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 61 નવા કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીનાં મોત થયાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 29 હજાર 182ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 113 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 231 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 837 એક્ટિવ કેસ છે, જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 825 દર્દીની હાલત સ્થિર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત