Team Chabuk-National Desk: ઉતરાખંડના ઉદ્યમ સિંહ નગરના એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. ઉદ્યમ સિંહ નગરના કાશીપુરમાં એક વ્યક્તિ છરી લઈને રાવતના મંચ પર ધસી આવ્યો હતો. આ વચ્ચે હાજર કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Uttarakhand | A case registered against a man for allegedly brandishing a knife during an event organized by the Congress party in Udham Singh Nagar. Former CM Harish Rawat was also present at the event: Udham Singh Nagar Senior Superintendent of Police (SSP) Dilip Singh Kunwar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2022
ગમે તે ભોગે કાર્યકર્તાઓએ એ વ્યક્તિને પકડી લીધો હતો અને તેની પાસેથી છરી આંચકી લીધી હતી. એ પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો. ઉદ્યમ સિંહ નગરના વરિષ્ઠ પોલીસ અધિકારી એસએસપી દિલીપસિંહ કુંવરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે એક વ્યક્તિની ચાકુ લઈ ધસી આવવાના પગલે ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસમાં લાગેલી છે.
અહીં પૂર્વ સીએમ હરીશ રાવત કોંગ્રેસના સદસ્યતા અભિયાન વિશે મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. જ્યારે હરિશ રાવત પોતાનું સંબોધન પૂર્ણ કર્યાં બાદ નીચે ઉતર્યાં એક આધેડ અચાનક મંચ પર પહોંચી ગયો હતો. સંબોધન સ્થળ પર પહોંચ્યા બાદ તેણે માઈક પર જય શ્રીરામના નારા લગાવ્યા હતા. જ્યારે તેની આ ગતિવિધિનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું તો તેણે ચાકુ કાઢ્યું હતું. ચાકુ કાઢી તેણે જય શ્રીરામ ન બોલવા પર તેને મારી નાખવાની ધમકી આપી હતી.
મંચ પર અફરા-તફરી સર્જાઈ હતી. કોંગ્રેસ નેતા સાહનીએ અન્ય કાર્યકર્તાઓની સાથે મળીને યુવકને પકડી લીધો હતો અને ચાકુને કબ્જામાં લીધું હતું. કાર્યકર્તાઓએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પ્રશાસન દ્વારા મોટી ચૂકી થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત