Homeગામનાં ચોરેઆ કંપની ત્રીજું બાળક પેદા કરવા પર એક વર્ષની રજા અને 11.50...

આ કંપની ત્રીજું બાળક પેદા કરવા પર એક વર્ષની રજા અને 11.50 લાખ રૂપિયાનું બોનસ આપશે

Team Chabuk-International Desk: લાંબા સમય સુધી સિંગલ ચાઈલ્ડ પોલીસી અપનાવ્યા બાદ ચીનની ડેમોગ્રાફીમાં ગત વર્ષે અજીબ સંકટ પેદા થયું હતું. ચીનની કુલ વસતિમાં વધારે ઉંમર ધરાવતા લોકોની સંખ્યા એકાએક વધી ગઈ છે અને જે લોકો કામ કરી શકે તે ઓછા થઈ ગયા છે. ભાવી ધૂંધળું દેખાતા ચીન ડરી ગયું છે. સરકાર હવે વધારે બાળકો પેદા કરવા માટે કપલ્સને પ્રોત્સાહિત કરી રહી છે. આ ઘટનાક્રમમાં જ ચીનની કંપનીએ પોતાના કર્મચારીઓ માટે બમ્પર ઓફર સામે રાખ્યું છે. ત્રીજું બાળક પેદા કરવા પર એક વર્ષની રજા અને 11.50 લાખ રૂપિયાનું બોનસ આપશે.

બાળકો પેદા કરો

ચાઈનીઝ અખબાર નેશનલ બિઝનેસ ડેલીની એક રિપોર્ટમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. અહેવાલ અનુસાર ચીનમાં બેબી બોનસ, એક્સટેન્ડેડ પેડ લીવ્સ, ટ્રેક્સ છૂટ, બાળકોને ઉછેરવા માટે સબસિડી જેવા અવનવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રયાસ એક જ દિશામાં છે કે ચીનના નાગરિકો જે એક કે બે બાળકોએ અટકી ગયા છે તે ત્રીજું બાળક પેદા કરે. સરકાર સિવાય કંપનીઓ પણ પોતાની રીતે કપલ્સને પ્રોત્સાહન આપી રહી છે.

11.50 લાખ રૂપિયા

ટેક કંપની Beijing Dabeinong Technology Group પોતાના કર્મચારીઓને ત્રીજું બાળક પેદા કરવા માટે બમ્પર ઓફર આપી છે. કંપની પોતાના કર્મચારીઓને 90 હજાર યુઆન એટલે કે આશરે 11.50 લાખ રૂપિયા આપશે. અને સાથે જ એક વર્ષની રજા પણ આપશે. મહિલા કર્મચારી માટે આ રજા 12 મહિનાની છે. જ્યારે પેરેન્ટલ લીવ નવ મહિના સુધી આપવામાં આવશે.

બીજા અને ત્રીજા બાળક પર પણ બોનસ

એટલું જ નહીં કંપની તો પ્રથમ અને બીજું બાળક પેદા કરવા માટે પણ બોનસ આપી રહી છે. કંપની પોતાના કર્મચારીઓને પ્રથમ બાળક માટે ત્રીસ હજાર યુઆન એટલે કે 3.54 લાખ રૂપિયા બોનસ આપે છે. આ રીતે જ બીજું બાળક પેદા કરવા પર આ કંપનીના કર્મચારીઓને 60 હજાર યુઆન એટલે કે સાત લાખ રૂપિયા નકદ આપે છે.

ચીનની સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન

ચીનમાં કેટલીય સ્થાનિક સરકારો પણ પોતાની રીતે લોકોને બોનસ આપી બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. હાલમાં જ પાન્હીહુવા શહેરના પ્રશાસને બીજું કે ત્રીજું બાળક પેદા કરવા પર દર મહિને 500 યુઆન એટલે કે આશરે 6 હજાર રૂપિયા દર મહિને આપવાનું એલાન કર્યું છે. આ સિવાય ચીનની કેન્દ્ર સરકાર તરફથી 98 દિવસની મેટર્નલ લીવનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments