Homeગામનાં ચોરેભારતીય સૈન્યનો પોશાક પહેરવા મુદ્દે પ્રધાનમંત્રી મુસીબતમાં, PMO કાર્યાલયને નોટિસ પાઠવવામાં આવી

ભારતીય સૈન્યનો પોશાક પહેરવા મુદ્દે પ્રધાનમંત્રી મુસીબતમાં, PMO કાર્યાલયને નોટિસ પાઠવવામાં આવી

Team Chabuk-National Desk: જિલ્લા અદાલતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ દાખલ જાપ્તા (દેખરેખ) અરજી પર પ્રધાનમંત્રી કાર્યાલયને (PMO) નોટિસ પાઠવી છે. સાથે જ આ સમગ્ર ઘટનાની સુનાવણી માટે બે માર્ચની તારીખ નિર્ધારિત કરી છે. જિલ્લા ન્યાયાધીશ નલિન કુમાર શ્રીવાસ્તવે અધિવક્તા રાકેશ નાથ પાંડ્યેની તરફથી રજૂ કરવામાં આવેલી જાપ્તા અરજી પર ચર્ચા સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો.

દંડનીય અપરાધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ રાકેશ નાથ પાંડ્યેએ પ્રાર્થના પત્ર (અરજી) રજૂ કરી કેસ ફાઈલ કરવાનો આદેશ જાહેર કરવાની માગણી કરી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચાર નવેમ્બર 2021ના રોજ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં પ્રધાનમંત્રીએ ભારતીય સૈન્યની વર્દી પહેરી હતી. જે ધારા 140 ભારતીય દંડ સંહિતા અંતર્ગત દંડનીય અપરાધ છે. જેથી પ્રધાનમંત્રીની વિરૂદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

ઘટના ન્યાયાલય ક્ષેત્રની અંતર્ગત નથી

આ પૂર્વે 21મી ડિસેમ્બર 2021ના રોજ અરજીની સુનાવણી ન્યાયિક મેજિસ્ટ્રેટ હરેન્દ્રનાથે કરી હતી. સીજેએમ કોર્ટે કહ્યું હતું કે ઘટના ન્યાયાલય ક્ષેત્રની અંતર્ગત થઈ નથી. આ ઘટનાની સુનાવણી ત્યાંનો ક્ષેત્રઅધિકાર ધરાવતા ન્યાયાધીશ કરી શકે છે. જે સ્થાનિક અધિકારિતા ધરાવતા હોય.

જજે નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો

એવામાં પોષણીયતાના આધાર પર સીજેએમે અરજી નિરસ્ત કરી દીધી હતી. આ આદેશને જિલ્લા જજ સમક્ષ જાપ્તા અરજી તરીકે પ્રસ્તુત કરી પડકાર ફેંકવામાં આવ્યો અને આદેશ નિરસ્ત કરવાની માગણી કરી. જાપ્તા અરજીની સુનાવણી બાદ જજે નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments