Team Chabuk- National Desk: પુષ્પા…. પુષ્પરાજ મૈં જૂકેગા નહીં સાલા… હવે ગલી ગલીના છોકરાના મુખે આ સંવાદ રમતો થઈ ગયો છે. પણ વાત એ છે કે કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેની આફ્ટર ઈફેક્ટ જોવાની હોય છે. ફિલ્મ રિલીઝ થયા પછી લોકોના માનસ પર તેનો શું પ્રભાવ પડ્યો? જેમ કે પુષ્પા ફિલ્મ જોઈને એક ચોર એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે 2.45 કરોડ રૂપિયાના સેન્ડલવુડના (ચંદન) વૃક્ષોની ચોરી કરી લીધી. જોકે કલ્પના અને વાસ્તવિકતાની વચ્ચે હાથી ઘોડાનો ફર્ક હોય છે. વાસ્તવમાં પુષ્પરાજ બનવા ગયેલા આ ભાઈ પોલીસના હાથે ગણતરીની સેકન્ડમાં પકડાઈ ગયા અને હવે તેમની તસવીર સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહી છે. મીમ્સ બની રહ્યા છે. લોકો મજા લઈ રહ્યા છે.

જે વ્યક્તિની ધરપકડ થઈ તે ડ્રાઈવર છે. પુષ્પા ફિલ્મ જોઈ તેને ચંદનના વૃક્ષોની ચોરી કરવાની પ્રેરણા મળી હતી. આરોપીની ઓળખ યાસીન ઈન્નાયાતુલ્લાહ તરીકે થઈ છે. રિપબ્લિક વર્લ્ડમાં પ્રકાશિત થયેલી રિપોર્ટ મુજબ યાસીન કર્ણાટક-આંધ્રપ્રદેશ સરહદથી મહારાષ્ટ્રમાં આવી રહ્યો હતો. મહારાષ્ટ્રના સાંગલીના ગાંધી ચોક વિસ્તારના મીરજ નગરમાં જ્યારે તે પ્રવેશ્યો ત્યારે તેને અટકાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે 2.45 કરોડની કિંમતના ચંદનના વૃક્ષની સાથે યાસીનની ધરપકડ કરી હતી. આરોપીને આંધ્રપ્રદેશની બોર્ડર ક્રોસ કરતા જરા પણ અચડણ નહોતી પડી, પરંતુ મહારાષ્ટ્રની બોર્ડરમાં આવતા તેની પુષ્પાગીરી નીકળી ગઈ હતી.
Smuggler somehow crossed Karnataka border without any hassle or trouble frm police. Once he crossed the border, his luck caught up with him & he got caught by the Maharashtra Police. Now police are investigating him to ascertain the network behind him & how they are operating. pic.twitter.com/ts483mt4bI
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 2, 2022
ફિલ્મમાં પુષ્પા બનતો અલ્લુ અર્જુન દૂધના ટ્રકની નીચે ચંદનનું લાકડું રાખી સ્મગલિંગ કરતો હોય છે. આરોપીએ એવી જ પણ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેણે ટ્રકમાં ચંદનનું લાકડું રાખ્યું હતું અને લાકડાની ઉપરના ભાગમાં શાકભાજી અને ફળના બોક્સ રાખી દીધા હતા. મહામારીનો પણ તેણે બરાબર ઉપયોગ કર્યો હતો અને ટ્રકમાં કોવિડ-19ના સ્ટિકર લગાવ્યા હતા. જેથી તેનો ટ્રક સરળતાથી બોર્ડર ક્રોસ કરી જાય. જોકે નવો પુષ્પરાજ બને તે પહેલા જ મહારાષ્ટ્રની પોલીસે તેની અટકાયત કરી લીધી.
A smuggler who was inspired after watching movie #Pushpa, tried 2 smuggle red sandalwood worth 2.45cr in movie style. Smuggler Yasin Inayithulla loaded truck wit red sandalwood & on top of tat he loaded wit fruits & vegetable boxes. He was arrested by @MahaPolice near Sangli pic.twitter.com/fsOqRlzGFF
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 2, 2022
રિપબ્લિક વર્લ્ડના પત્રકાર સગય રાજ પીએ આ અંગેની પોસ્ટ અને વીડિયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘એક સ્મગલર જે પુષ્પા ફિલ્મ જોઈ પ્રભાવિત થયો હતો, તેણે 2.45 કરોડ રૂપિયાના ચંદનના લાકડાની ફિલ્મની માફક ચોરી કરી હતી. આરોપી સ્મગલર યાસીન ઈન્નાયાતુલ્લાહનો ટ્રક ચંદનના લાકડાથી ભરેલો હતો. તેની ઉપર ફળ અને શાકભાજી રાખેલા હતા. જેની મુંબઈ પોલીસે અટકાયત કરી છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત