Homeગામનાં ચોરેઅનૈતિક સંબંધની શંકામાં પતિએ પત્ની પર ગેસ સિલિન્ડર અને કુકરથી કર્યો હુમલો......

અનૈતિક સંબંધની શંકામાં પતિએ પત્ની પર ગેસ સિલિન્ડર અને કુકરથી કર્યો હુમલો… છતાં પણ બચી જતા ચાકુથી કરી કરપીણ હત્યા

Team Chabuk-National Desk: કહેવાય છે કે શંકા માણસનો સૌથી મોટો શત્રુ હોય છે. શંકાનો કોઈ ઈલાજ હોતો નથી. શંકાશીલ વ્યક્તિ કોઈ ને કોઈ રીતે પોતાના મનમાંને મનમાં વિચારના વંટોળમાં વિહર્યા રાખે છે. એ પછી તેને ખૂદને પણ ખબર નથી રહેતી કે તેણે એક ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે. જ્યાં પતિએ તેની પત્નીની ખોટી કુશંકાના કારણે કરપીણ હત્યા કરી નાખી. હત્યા બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં આત્મસર્પણ કર્યું છે.

દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં આજે સવારે ખોટી શંકામાં પતિએ પત્નીની હત્યા કરવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પતિએ પત્ની કરલી હત્યાના બનાવને સાંભળીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે.

માધ્યમો મારફતે મળતી જાણકારી મુજબ દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં હત્યારા પતિએ પોલીસ સ્ટેશનમાં આત્મસર્પણ કર્યાના સમાચાર છે. હત્યારા પતિએ પોલીસને આપેલા નિવેદનથી તમે પણ ચોંકી જશો કારણ કે, હત્યારા પતિએ પોલીસને જણાવ્યું કે, તેને શંકા હતી કે તેની પત્નીના બીજા કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધ છે. આ અનૈતિક સંબંધની શંકામાં હત્યારા પતિએ તેની પત્નીની હત્યાને અંજામ આપ્યો હોવોનું કબુલ્યું હતું.

હત્યારા પતિએ આજે સવારે તેની પત્નીની હત્યા કરવા માટે સૌપ્રથમ ગેસ સિલિન્ડરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેની પત્નીના માથામાં પ્રેશર કુકર ફટકાર્યું હતું. પ્રેશર કુકર અને સિલિન્ડર ફટકારવાથી તેની પત્ની બેભાન થઈ ગઈ હતી. હત્યારો પતિ આટલેથી ન અટકતા ધારદાર ચાકુથી તેની પત્ની પર તુટી પડ્યો હતો. અને તેની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

પત્નીના મોત બાદ હત્યારો પતિ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. જ્યાં હત્યારા પતિએ સમગ્ર બનાવની કેફિયત વર્ણવી હતી. પોલીસે હત્યારા પતિને સકંજામાં લઈને કેસ દાખલ કર્યો છે. તેમજ હત્યારા પતિ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યારા પતિએ અનૈતિક સંબંધની શંકાના કારણથી જ હત્યા કરી છે કે હત્યા પાછળ બીજુ કોઈ કારણે છે. એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments