Team Chabuk-International Desk: ભારતના અમદાવાદ શહેરમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી પૂરાવનારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં શબ્દોરૂપી પ્રવેશ કર્યો છે. બાઈડેનની કાર્યપ્રણાલી પર હુમલો કરતા ટ્રમ્પે કહ્યું કે, મારા શાસન દરમિયાન પણ પુતિન યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરતા હતા, પણ મેં તેમને રશિયાની રાજધાની પર હુમલો કરવાની ચીમકી આપી હતી. જે પછી એ ત્યાં જ અટકી ગયા હતા. ટ્રમ્પે પોતાના મિત્ર જ્હોન ડેલી સાથે ફોન પર વાતચીત કરતા આ વાતનો દાવો કર્યો હતો. આ વાતચીતનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
Trump discussing Russia with John Daly on speaker phone is something else
— Tim Reilly (@LifeOfTimReilly) March 4, 2022
via nopopsgolf pic.twitter.com/hdy6jbdvvp
ધ સન અખબારની પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે ફોન પર વાતચીત કરતા કહ્યું કે ઓબામાના શાસન દરમિયાન રશિયાએ ક્રિમિયા પર કબ્જો કરી લીધો અને હવે બાઈડેન શાસન દરમિયાન યુક્રેન પર હુમલો કરી દીધો છે. મારા શાસન દરમિયાન કોઈની હિંમત નહોતી કે અમેરિકાની સામે આંખ ઉઠાવીને જુએ. ટ્રમ્પે આ વાતચીતમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને લઈ નવો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિને મેં કહ્યું હતું કે તમે વધારે ન ઉડો, બાકી જલ્દી જ તાઈવાન એક નવો દેશ બની જશે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે જિનપિંગ એ પછી ઠંડા પડી ગયા હતા.
ટ્રમ્પે અફઘાનિસ્તાનને યાદ કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી જે રીતે આપણું સૈન્ય પરત ફર્યું તેનાથી રશિયા અને ચીન છાતી કાઢવા લાગ્યું છે. બંને દેશે સમજી લીધું કે અમેરિકા નબળું પડી ગયું છે અને હવે કોઈ મોટો નિર્ણય નહીં લઈ શકે. ચીન પણ રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ તાઈવાન પર હુમલો કરી શકે છે.
બીજી તરફ રશિયા અને યુક્રેનની વચ્ચે ભારેલો અગ્નિની સ્થિતિનો આજે અગિયારમો દિવસ છે. યુક્રેન અગિયાર દિવસ સુધી રશિયાના તાબા હેઠળ ન આવતા રશિયા ચીડાયું છે અને હવે માનવ વસાહત પર આક્રમણ કરી રહ્યું છે. પુતિને યુક્રેનને ચીમકી આપતા કહ્યું છે કે હજુ પણ યુક્રેન નતમસ્તક ન થયું તો પરિણામ ભયાવહ આવશે. રશિયાએ એવો દાવો કર્યો છે કે યુક્રેનના તમામ સૈન્ય ઠેકાણાઓ ફૂંકી મરાયા છે. બંને દેશની વચ્ચે ત્રીજી શાંતિ વાર્તા સોમવારના રોજ થવાની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
