Homeગામનાં ચોરેબધા આવી ગયા પણ ભારતનો સૈનિકેશ રવિચંદ્રન યુક્રેનમાં રશિયા વિરૂદ્ધ યુદ્ધ લડી...

બધા આવી ગયા પણ ભારતનો સૈનિકેશ રવિચંદ્રન યુક્રેનમાં રશિયા વિરૂદ્ધ યુદ્ધ લડી રહ્યો છે

Team Chanuk-National Desk: તમિલનાડુના કોયમ્બતુરનો રહેવાસી 21 વર્ષીય સૈનિકેશ રવિચંદ્રન હવે રશિયાની સામે યુદ્ધ લડશે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ તે યુક્રેનની સેનામાં સામેલ થઈ ચૂક્યો છે. આ અંગેની માહિતી સૈનિકેશના માતા-પિતાએ આપી હતી. માતા-પિતાને પણ સૈનિકેશના આ પગલાંની ખબર નહોતી. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા.

2018માં સૈનિકેશ અભ્યાસ અર્થે યુક્રેનમાં ગયો હતો. એ ખારકીવમાં નેશનલ એયરોસ્પેસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જુલાઈ 2022માં તેનું ભણતર પૂર્ણ થઈ ગયું. જોકે એ ભારત આવે એ પહેલા જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયાના યુક્રેન પર હુમલા બાદ સૈનિકેશનો તેના ઘરથી સંપર્ક તૂટી ગયો હતો. બીજી તરફ ભારત સરકારે ભારતીયોને યુક્રેનમાંથી સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. જોકે સૈનિકેશની કોઈ જાણકારી ન મળવા પર તેના માતા પિતાએ યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસમાં સંપર્ક કર્યો હતો.

દૂતાવાસે જણાવ્યું હતું કે સૈનિકેશ હવે યુક્રેની સેનાનો ભાગ છે અને તેના વતી રશિયા વિરૂદ્ધ યુદ્ધ લડશે. સૈનિકેશના માતા પિતાએ એ પણ જણાવ્યું હતું કે એ ખૂબ પહેલાથી સૈન્યમાં સામેલ થવા ઈચ્છતો હતો. તેણે ભારતીય સૈન્યમાં સામેલ થવા માટે કસોટી પણ આપી હતી, જોકે તે અસ્વીકૃત થયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments