Homeગામનાં ચોરેપુતિનના હુકમના એક્કા સમાન જનરલનું યુક્રેને ઢીમ ઢાળી દીધું

પુતિનના હુકમના એક્કા સમાન જનરલનું યુક્રેને ઢીમ ઢાળી દીધું

Team Chabuk-International Desk: રશિયા અને યુક્રેનની વચ્ચે ત્રીજા ચરણની વાતચીતનું કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યું. બંને દેશ સંઘર્ષ વિરામ માટે તૈયાર નથી. જોકે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાંથી સામાન્ય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા તરફથી કેટલાક શહેરો પર સીઝફાયરની જાહેરાત જરૂરથી કરવામાં આવી હતી. આમ છતાં યુદ્ધ તેરમાં દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. મહાસત્તા વાતોના લાંબા લાંબા ગપગોળા છોડી રહી છે. બીજી તરફ યુક્રેન તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે.

યુક્રેનની સેનાના ગુપ્તચર વિભાગે એવો દાવો કર્યો છે કે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં રશિયાના હુકમના એક્કા સમાન જનરલને મારી નાખવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય જનરલ નથી. તેને પુતિનનો ડાબો હાથ કહેવામાં આવતો હતો. હુકમનો એક્કો ગણવામાં આવતો હતો. જોકે રશિયા તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું. જેથી લાગી રહ્યું છે કે જનરલ હવે નથી.

યુક્રેનની તરફથી કહેવામાં આવ્યું છે કે ખારકીવમાં માર્યા ગયેલા રશિયન મેજર જનરલની ઓળખ વિટૈલી ગેરામિસોવના રૂપમાં થઈ છે. આ એ જ સૈન્ય અધિકારી છે કે જેણે ક્રિમિયા અને ચેચનના યુદ્ધમાં ભાગ લીધો હતો. સિરીયા વિરૂદ્ધ પણ આ મેજર જનરલે રશિયા તરફથી યુદ્ધ લડ્યું હતું.

યુક્રેનની જંગ જીતવા અને કીવ પર કબ્જો કરવા માટે હવે રશિયાની તરફથી સીરિયાના યૌદ્ધાઓ જંગમાં ઉતારવામાં આવી શકે છે. પેન્ટાગન તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે રશિયા સિરીયાના યૌદ્ધાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જોકે કેટલા યૌદ્ધાઓ યુક્રેનમાં જશે તેની ખબર નથી? પરંતુ એક ટૂકડી પ્રવેશ કરવાની હોવાની સ્પષ્ટ વાત થઈ છે. આ આર્મી ઓફિસરોની ખાસિયત એ છે કે તેમને વિશેષ રૂપથી શહેરી વિસ્તારોમાં લડવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. બીજી તરફ યુક્રેનના ખારકીવમાં એક પરમાણુ અનુસંધાન કેન્દ્ર પર પણ હુમલો થવાનો હોવાની ખબર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments