Team Chabuk-National Desk: બેંગ્લોરમાં એક નરાધમે લીવ ઈન રિલેશનશિપમાં રહેતી પોતાની 23 વર્ષીય પાર્ટનરને જીવતી સળગાવી દીધી હતી. યુવતીએ આ યુવકને લગ્ન કરવા માટે કહ્યું હતું અને યુવક ગુસ્સે ભરાયો હતો. આરોપી શિવકુમાર લિંગાયત સમાજમાંથી આવે છે જ્યારે મૃતક યુવતી દાનેશ્વરી દલિત સમુદાયમાંથી આવે છે. મૃતકની બહેને આ ઘટનામાં શિવકુમાર ચંદ્રશેખર હિરેહલાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર શિવકુમાર અને દાનેશ્વરીએ કર્ણાટકના વિજયપુરા જિલ્લાની કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. બંને રિલેશનશિપમાં હતા. અભ્યાસ બાદ બંને બેંગ્લોરમાં રહેવા લાગ્યા હતા અને પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા. દાનેશ્વરીની બહેને પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે આરોપીએ દાનેશ્વરીને લગ્નનું વચન આપ્યું હતું.
ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે તે મુજબ, જ્યારે દાનેશ્વરીએ તેને વિવાહની વાત કરી ત્યારે શિવકુમારે તેને કહ્યું હતું કે તે તેના માતા-પિતા સાથે વાત કરશે અને પછી તેની પાસે પરત આવશે. પરત આવ્યા બાદ શિવકુમારે દાનેશ્વરીને કહ્યું હતું કે તે દલિત સમુદાયમાંથી આવતી હોવાથી તેના માતા પિતા લગ્ન માટે ઈન્કાર કરી રહ્યા છે. શિવકુમારે દાનેશ્વરીને છોડી દીધી. દાનેશ્વરી શિવકુમાર પાસે ફરી ગઈ હતી અને તેને લગ્ન અંગે વિચારવાનું કહ્યું હતું. જ્યાં શિવકુમારે તેની સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી અને તેના પર જાતિસૂચક ટીપ્પણી પણ કરી હતી.
15 માર્ચના રોજ શિવકુમાર દાનેશ્વરીને એક સૂનસાન જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે તેના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. જે પછી તે પીડિતાને હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં ભરતી પીડિતાએ 18 માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આરોપીની વિરુદ્ધ SC/ST એક્ટ અને IPCની કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત