Homeગામનાં ચોરેમહિલાના દરવાજા પર મૂત્રવિસર્જન કરનારા ABVPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુબ્બૈયા ષણમુગમની...

મહિલાના દરવાજા પર મૂત્રવિસર્જન કરનારા ABVPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુબ્બૈયા ષણમુગમની બે વર્ષ બાદ ધરપકડ

Team Chabuk-National Desk: ABVPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુબ્બૈયા ષણમુગમની બે વર્ષ જૂના કેસમાં ચૈન્નઈ પોલીસે ધરપકડ કરી છે. ડો. સુબ્બૈયા ષણમુગમ કેન્સરના સર્જન છે. જુલાઈ 2020ના રોજ ષણમુગમ પર તેની પાડોશીએ સતામણીનો આક્ષેપ લગાવ્યો હતો. આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવી હતી, જે મુજબ ષણમુગમ તેના દરવાજા પર કચરો ફેંકતો હતો, ઉપયોગમાં લીધેલા માસ્ક નાખી દેતો હતો, ત્યાં સુધી કે દરવાજા પર પેશાબ પણ કરતો હતો. મહિલા અને ષણમુગમની વચ્ચે બિલ્ડીંગના પાર્કિંગ સ્પોટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થયા હતા.

11 જુલાઈ 2020ના રોજ મહિલાએ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. જોકે FIR નોંધાઈ નહોતી. સોશિયલ મીડિયા પર ચાલેલા કેમ્પેઈનના કારણે દબાણવશ પોલીસને અંતે 25 જુલાઈના રોજ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ નોંધવી પડી હતી. જોકે એ પછી કોઈ કારણોસર મહિલાએ ફરિયાદ નોંધાયાના એક જ દિવસની અંદર અંદર તારીખ 26 જુલાઈના રોજ પોતાની રિપોર્ટ પાછી ખેંચી લીધી હતી. મહિલાના પરિવારજનોએ આ અંગે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોએ મહિલા પર દબાણ લાદ્યું હતું અને ફરિયાદ પરત ખેંચી લઈ આ કેસનો સમજૂતીથી ઉકેલ લાવવો જોઈએ એવી મીઠી મારી હતી. આ ઘટનાએ રાજકીય રંગ પકડતા એવી પણ વાતો થઈ હતી કે ભાજપ અને RSSના કારણે મહિલાને ફરિયાદ પરત ખેંચવી પડી હતી.

આ કેસમાં એક ફોન રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું. 45 મિનિટ લાંબી વાતચીતમાં ષણમુગમે કથિત રીતે પોતાના પરિચિત વ્યક્તિને આ અંગેની વાત કરી હતી. ષણમુગમ વાતચીતમાં કહી રહ્યો હતો કે મહિલાની પાસે કોઈ સાક્ષી નથી અને તેનું નામ ખરાબ થઈ રહ્યું છે. જેથી તે આ કેસને સમજૂતીથી પતાવવા ઈચ્છે છે. જેથી તેણે બીજા પાડોશીઓ સાથે પણ વાત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments