Team Chabuk-Political Desk: પંજાબ રાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીએ જે પાંચ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે, તેમાંથી બે દિલ્હીની રિયાસતના ધુરંધર છે. પંજાબ પહેલા તેઓ દિલ્હીમાં પણ પોતાની અલગ છાપ છોડી ચૂક્યા છે. બંને વ્યક્તિઓએ પંજાબની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક વ્યક્તિએ પડદાની પાછળ રહી કામ કર્યું છે જ્યારે એક નેતાએ વિપક્ષના તમામ પ્રહારને પોતાના શાબ્દિક કળાથી પસ્ત કર્યાં છે. એકનું નામ છે સંદીપ પાઠક અને બીજાનું નામ છે રાઘવ ચઠ્ઠા. સંદીપ પાઠક આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર છે. રાઘવ ચઠ્ઠા દિલ્હીના ધારાસભ્ય અને પંજાબના સહ પ્રભારી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ સોમવારના રોજ પોતાનું નામાંકન પણ કરી દીધું છે.
સંદીપ પાઠક મૂળ છત્તીસગઢના મુગેલી જિલ્લાના છે. 4 ઓક્ટોબર 1979ના રોજ ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો. પિતાનું નામ શિવકુમાર પાઠક અને ભાઈ પ્રદીપ પાઠક, બહેન પ્રતિભા પાઠક. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કરતાં છઠ્ઠાં ધોરણમાં તેઓ અભ્યાસ માટે બિલાસપુર ચાલ્યા ગયા હતા. અહીંથી એમએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ હૈદરાબાદ અને છ વર્ષ સુધી બ્રિટનમાં રહી અભ્યાસ કર્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 2011માં પીએચડી કરી તેઓ ભારત પરત ફર્યાં. પરત ફર્યાં બાદ એસોસિએટ પ્રોફેસરના રૂપે આઈઆઈટી દિલ્હી સાથે જોડાયા.
આઈઆઈટી દિલ્હી સાથે જોડાયા એ સમયે દિલ્હીમાં જનલોકપાલ આંદોલન ચાલી રહ્યું હતું. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારમુક્ત ભારતની વિચારધારાએ સંદીપમાં એક નવા વિચારનું વાવેતર કર્યું. 2015-16માં પાર્ટીની સાથે જોડાઈ ગયા. પાર્ટી નેતૃત્વએ તેમને સંગઠન નિર્માણના કાર્યમાં લગાવ્યા. દિલ્હી ચૂંટણી સમયે ઉમેદવારોનો પ્રતિભાવ લેવાની સિસ્ટમ વિકસિત કરી. ગત ત્રણ વર્ષથી તેઓ પંજાબમાં સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. જેનું ફળ પણ તેમને મળ્યું. આ સમયે તેમણે વૈજ્ઞાનિક રીતે યોગ્ય સર્વે કરવાની સિસ્ટમ પણ વિકસિત કરી હતી.
સંદીપ પાઠકે ઉમેદવારોની પસંદગીથી લઈ પાર્ટીના પ્રચારની રણનીતિને પણ આકાર દેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેનું પરિણામ પ્રચંડ જીતના રૂપે આવ્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને સંબોધિત કરતા ડો. પાઠકની પ્રશંસા કરી હતી. બીજા દિવસે સોમવારના રોજ રાજ્યસભા મોકલવાનું ઈનામ આપ્યું હતું. પ્રોફેસર સંદીપ પાઠકની આ સિવાય નવી પોસ્ટ ગુજરાતના પ્રભારી તરીકેની છે. જેની ગઈકાલે જાહેરાત થઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
