Homeગામનાં ચોરે‘જો અમારા અસ્તિત્વ પર સંકટના વાદળ ઘેરાયા તો યુક્રેન પર પરમાણુ હુમલો...

‘જો અમારા અસ્તિત્વ પર સંકટના વાદળ ઘેરાયા તો યુક્રેન પર પરમાણુ હુમલો કરી દઈશું, તમે અમારા નિયમ વાંચી શકો છો…’: રશિયા

Team Chabuk-International Desk: રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા 28 દિવસથી દંગલમય માહોલ જામ્યો છે. કોઈ કરતાં કોઈ નીચું નમવા માટે તૈયાર નથી. સમગ્ર વિશ્વ એ વાતે વિસ્મયમાં છે કે યુક્રેન જેવું ટચૂકડું રાષ્ટ્ર કેવી રીતે રશિયા જેવા સિંહની સામે આટ આટલા દિવસ સુધી ટકી ગયું અને ઈંટનો જવાબ પત્થરથી આપ્યો, પરંતુ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાર્યાલયના પ્રવક્તાએ પીત્તો ગુમાવ્યો છે અને એ ધમકી આપી દીધી છે જેની સમગ્ર દુનિયાને ચિંતા હતી. હવે રશિયાએ ચેતવણી આપી છે કે જો તેમના અસ્તિત્વ પર સંકટના વાદળ ઘેરાયા તો તેઓ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં પાછી પાની નહીં કરે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે મંગળવારના રોજ સીએનએન ઈન્ટરનેશનલને સાક્ષાત્કાર આપતા કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેના અસ્તિત્વની માથે સંકટ ઘેરાયું હશે. પેસકોવે કહ્યું કે ઘર આંગણાની સુરક્ષા માટે અમારી એક વ્યવસ્થા છે. જેમાં પરમાણુ હથિયારોના ઉપયોગનો નિયમ નક્કી છે. નિયમ કોઈ પણ વાંચી શકે છે. નક્કી છે કે જો દેશના અસ્તિત્વ પર સંકટ હોય તો નિયમાનુસાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

ક્રેમલિનના પ્રવક્તાએ આ વાત ત્યારે કહી જ્યારે તેમનો ઈન્ટરવ્યૂ કરનારા ક્રિસ્ટિયન અમાનપોરે પૂછ્યું કે શું તેઓ એ વાતથી આશ્વસ્ત છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં પરમાણુ હથિયારનો વિકલ્પ નહીં પસંદ કરે? એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે યુદ્ધ શરુ થયા પછી 24મી ફેબ્રુઆરીના રોજ જ એટલે કે યુક્રેન પર હુમલો કર્યાંના ફક્ત ચાર જ દિવસમાં રશિયન રાષ્ટ્રપતિએ પરમાણુ વ્યવસ્થાને સજ્જ કરી દીધી હતી. તેના આ પગલાંથી સમગ્ર દુનિયા ભયના ઓથાર તળે શ્વાસ લેવા લાગી હતી. જેને પરમાણુ હથિયારના હુમલાની પરોક્ષ ધમકી માનવામાં આવી હતી.

પેસકોવના નિવેદન પર જ્યારે અમેરિકન રક્ષા પ્રતિષ્ઠાન પેન્ટાગોનની પ્રતિક્રિયા માગવામાં આવી તો ત્યાંના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે રશિયાનો પરમાણુ આલાપ ખતરનાક છે. એક જવાબદારીયુક્ત પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્રને આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. તેમણે એ પણ કહ્યું કે યુક્રેનના યુદ્ધને લઈ પેન્ટાગોનને હાલ પોતાની રણનીતિ બદલવાની આવશ્યકતા નથી. સ્થિતિ પર અમે સતત નજર રાખીને બેઠાં છીએ. રશિયાની પાસે હાલ વિશ્વની સૌથી ખતરનાક પરમાણુ શક્તિ છે. યુક્રેન પર હુમલો કર્યાં બાદ રશિયા વિશ્વમાંથી લગભગ અલગ પડી ગયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments