Team Chabuk-National Desk: બિહારના મધેપુરામાં એક મહિલાની સાથે બર્બરતા પૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો, મહિલા સાથે આચરવામાં આવેલો વ્યવહાર જોઈ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. આ મહિલાને ત્યાં સુધી મારવામાં આવી જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ. બિહારના રાજપુર ગામમાં પીડિત મહિલા રાતે કુદરતી હાજતે ગઈ હતી. કેટલાક લોકોએ તેને ખેતરમાં જોઈ અને ગામમાં હંગામો મચાવી દીધો. મહિલાને સવાલ કરવા લાગ્યા કે રાતના તે કોની સાથે ગઈ હતી? એ પછી મહિલાને ત્યાં જ માર મારવામાં આવ્યો.
મહિલાને માર માર્યાના આગામી દિવસે પંચાયત બોલાવવામાં આવી, મહિલાને ત્યાં ઉપસ્થિત કરવામાં આવી, એ પછી પંચાયતમાં મહિલાને ચરિત્રહીન ગણાવી તેને માર મારવામાં આવ્યો. એ સમયે મહિલાએ પહેરેલી સાડી પણ નીકળી ગઈ હતી, જોકે મારનારાઓમાં દયા જેવો છાંટો નહોતો. તેમણે મહિલાને મારવાનું ચાલું જ રાખ્યું હતું. આ બધું ગામમાં ગામના લોકોની ઉપસ્થિતિમાં ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી મહિલા બેભાન ન થઈ ગઈ. બેભાન થઈ ગયેલી મહિલાને બાદમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પીડિત મહિલાએ આ વિશે કહ્યું કે રાતના દસ વાગ્યે તે ઘરની પાસે આવેલા મકાઈના ખેતરમાં ગઈ હતી. એ સમયે ગામના શંકર દાસ, પિન્ટુ દાસ, પ્રદીપ દાસ અને અભય દાસે તેને પકડી પાડી અને ત્યાં પૂછવા લાગ્યા હતા કે ખેતરમાં તેની સાથે કોણ છે? જ્યારે મહિલાએ તેમને કહ્યું કે કોઈ નથી ત્યારે તે લોકો મહિલાને માર મારવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે આ લોકો સાથે પહેલાથી તેનો વિવાદ ચાલી રહ્યો છે.
પંચાયતના ફરમાન પર મહિલાની પીટાઈનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો જોનારાઓ મારનારા અને પંચાયતની ઉપર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાની પીટાઈ વિશે અગણિત પ્રતિક્રિયાઓ આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત