Homeગામનાં ચોરેજનેતા બની જમઃ બે માસની બાળકીની વોશિંગ મશીનમાં નાખી કરી હત્યા

જનેતા બની જમઃ બે માસની બાળકીની વોશિંગ મશીનમાં નાખી કરી હત્યા

Team Chabuk-National Desk: દેશની રાજધાની દિલ્હીમાં માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં જનેતા જ પોતાની બાળકીના મોતનું કારણ બની છે. ડિમ્પલ કૌશિક નામની મહિલાએ તેમની બે મહિનાની દીકરીની હત્યા કરી માઇક્રોવેવ ઓવનમાં છુપાવી દીધી હતી. બાળકી ગુમ થતા પરિવારે શોધ ખોળ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

બાળકીની ક્રુર હત્યા ઘટનાની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગરમાં માઈક્રોવેવ ઓવનમાંથી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા ડિમ્પલ કૌશિક નામની મહિલાએ પોતાની બે માસની બાળકીની વોશિંગ મશીનમાં નાખીને હત્યા કરી હતી. ત્યારબાદ 16 કલાક સુધી બાળકીના મૃતદેહને પલંગ ઉપર રાખ્યો હતો. પોતાનો ભાંડો ફોડવાના બીકે બાળકીના મૃતદેહને માઇક્રોવેવ ઓવનમાં છુપાવી દીધો હોવાની કબૂલાત કરી હતી.

બાળકીને વોશિંગ મશીનમાં નાખી દીધી

આ ઘટના બાદ દિલ્હીના માલવિયાનગર પોલીસે ડિમ્પલ કૌશિકની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ કરવા વાળા ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીની હત્યા મોં દબાવીને કરવામાં આવી છે અને બાળકીના શરીર ઉપર અન્ય નિશાન પણ જોવા મળ્યા છે. આરોપી માતા એક બાળક બાદ બીજી બાળકી થતા પરેશાન હતી. પોલીસના જણાવ્યાનુસાર ડિમ્પલે બાળકીને ચાલુ વોશિંગ મશીનમાં નાખી દીધી હતી. જયારે આરોપી માતા ડિમ્પલનું કહેવું છે કે બાળકી વોશિંગ મશીનમાં અકસ્માતે પડી ગઈ હતી. પોલીસને આ કથન ઉપર વિશ્વાસ આવ્યો નહીં.

બેભાન થવાનું નાટક

પરિવારજનોએ બાળકી વિશે પૂછતું ત્યારે ડિમ્પલ કહેતી કે, બાળકી સૂઈ રહી છે. 21 માર્ચે જ્યારે એને લાગ્યું કે પોતાનું ભાંડો ફૂટશે ત્યારે તેણે બાળકીને સાંજે ચાર વાગ્યે માઈક્રોવેવ ઓવનમાં સંતાડી દીધી, તે બાદ તેને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ડિમ્પલના ચાર વર્ષીય દીકરાએ ઉલટી કરતા ડિમ્પલે તેને માર માર્યો હતો. માર પડતા તેમનો દીકરો રડવા લાગ્યો હતો આ રડવાનો અવાજ સાંભળીને ગુલશન કૌશિક, તેનો નાનો ભાઈ અને ગુલશનની માતા ઉપલા માળે પર આવ્યા. ડિમ્પલે અંદરનો દરવાજો બંધ રાખ્યો હતો. રૂમનો દરવાજો તોડીને અંદર જતા ડિમ્પલ બેહોશ હાલતમાં મળી હતી. તેને મદનમોહન માલવિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ડોક્ટરોએ જણાવ્યું કે તે બેહોશ કરવાનું નાટક કરી રહી છે. બાદમાં તેમને ઘરે લાવવામાં આવી. ઘરે આવીને બાળકીની યાદ આવતા ગુલશન અને તેના નાના ભાઈઓએ બાળકોને શોધવાનો પ્રયાસ કર્યો. અંતે બાળકીનો મૃતદેહ માઇક્રોવેવ ઓવનમાંથી મળ્યો.

મૃતદેહ સડી ગયો

બાળકીનો મૃતદેહ 16 કલાક સુધી રહેવાના કારણે સડી ગયો હતો. મૃતદેહમાથી દુર્ગંધ પણ આવવા લાગી હતી. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકીના શરીર ઉપર ઘણા ઘાવના નિશાન છે. બીજા માળ પર પડોશીઓ દ્વારા કેમેરો લગાવવામાં આવ્યો છે.

પડોશીના કેમેરા ફેરવી નાખ્યા

આરોપી ડિમ્પલે પાડોશીઓના ઘરમાં લાગેલા કેમેરાને પણ ફેરવી દીધા હતા. જેથી બાળકીને સાથે આવતા જતા સમયે કેમેરામાં કેદ ન થાય. પોલીસે કેમેરાનું DVR જ્યારે જપ્ત કરી આ વાતની તપાસ કરી રહી છે કે આરોપી ડિમ્પલ બાળકીને લાવતા સમયે કેમેરામાં કેદ થઈ છે કે નહીં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments