Homeતાપણુંગુજરાત BTPના નેતાઓને કેજરીવાલે દિલ્હીની શાળા બતાવી, પણ હકીકતે તો ભાજપને બતાવી!

ગુજરાત BTPના નેતાઓને કેજરીવાલે દિલ્હીની શાળા બતાવી, પણ હકીકતે તો ભાજપને બતાવી!

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધનની ગંધ આવવા લાગી છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને કેજરીવાલની વચ્ચે દિલ્હી ખાતે બેઠક થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેશ વસાવાની સાથે BTPના ઉપઅધ્યક્ષ પરેશ વસાવા પણ સાથે હતા. આ તમામ નેતાઓની દિલ્હી ખાતે ઉપસ્થિતિથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગઠબંધનની ખીચડી રંધાઈ રહી છે અને AAP+BTP સાથે મળી ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે.

મહેશ વસાવા, પરેશ વસાવા સહિતનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો અને અહીં દિલ્હીની શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક પેજ પર મુકવામાં આવી હતી. અને તેમાં પણ રાજકીય ગંધ આવી રહી હતી, કારણ કે થોડા દિવસો પહેલા જ ગુજરાત ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાળાને લઈ ટ્વીટર વોર છેડાયું હતું. જેના કારણે મામલો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ડિબેટ સુધી આવી પહોંચ્યો હતો.

દિલ્હીની શાળામાં પધારેલા BTPના નેતાઓની તસવીર આમ આદમી પાર્ટી ગુજરાતે ફેસબુક શેર કરી લખ્યું છે કે, ‘BTP પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા શ્રી મહેશ વસાવા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાતે ગયેલ છે ત્યારે આજ રોજ શ્રી મહેશ વસાવાએ દિલ્લીની સરકારી શાળાની મુલાકાત કરી હતી. દિલ્લીની સરકારની શાનદાર સરકારી શાળાઓની મુલાકાત લઈને શ્રી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવી શાળાઓ બને તો આદિવાસી સમાજમાં શિક્ષણની તકો વધારી શકાય છે. શ્રી મહેશ વસાવા દિલ્લીની આંતરાષ્ટ્રીય કક્ષાની સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લીનીક જોઈને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીથી ખુબ જ પ્રભાવિત થયેલ છે.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments