Homeસિનેમાવાદઓસ્કરમાં પહોંચ્યું સાઉથ કોરિયન બેન્ડ BTS, ગૃપના લોકોએ કહીં આ વાત

ઓસ્કરમાં પહોંચ્યું સાઉથ કોરિયન બેન્ડ BTS, ગૃપના લોકોએ કહીં આ વાત

Team Chabuk-InterNational Desk: લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર એવોર્ડ્સ સેરેમની યોજાઈ. જેમાં બેસ્ટ એક્ટર માટે વિલ સ્મિથ અને ‘કોટા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અપાયો. આ ઉપરાંત બીજા કોઈએ સેરેમનીમાં ધ્યાન ખેંચ્યું હોય તો તે BTS  છે. સમગ્ર દુનિયાને પોતાના ગીતો પર થનગનતા કરી દેનારી સાઉથ કોરિયન બેન્ડ BTS ( પોપ્યુલર બોય બેન્ડ બીટીએસ)ની પણ ઓસ્કારમાં એન્ટ્રી થઈ હતી. એવોર્ડ સેરેમનીમાં તેમણે એ પણ કહ્યું કે, તેમની ફેવરીટ એનિમેટેડ મૂવી કઈ છે. તેઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

BTS મેમ્બર્સ RM, Jin, Suga, J-Hope, Jimin, V અને Jungkookએ ઓસ્કર 2022માં સરપ્રાઈઝ અપિરિયન્સ આપી. આ ગૃપ ડોલ્બી થિયેટરમાં હાજર ન હતું. પરંતુ પ્રિ-રેકોર્ડ સેગમેન્ટ Favorite Film Musical With BTSમાં તેમને ડિઝ્ની અને પિક્ચર એનિમેટેડ મૂવિઝના વખાણ કર્યા.

Jiminએ કોકો વિશે વાત કરી. જે પિક્ચર ડિઝ્ની એનિમેટેડ મુવી છે. વર્ષ 2017માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેને બે ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. RMએ આ મુવીને માસ્ટરપીસ ગણાવી અને કહ્યું કે તેમણે ત્રણ વાર આ ફિલ્મ જોઈ અને તે આ ફિલ્મ જોઈને રડ્યો પણ. Vએ કહ્યું પિક્ચર અદભૂત છે.

આ ઉપરાંત જે હોપે ડિઝ્ની મૂવિઝના વખાણ કર્યા. તેણે કહ્યું કે તે ડિઝ્ની મૂવિઝ પસંદ કરે છે. Jinએ પણ કહ્યું કે, ડિઝ્ની મૂવિઝમાં ઈમોસન્સ પણ હોય છે. ત્યારબાદ જે હોપે કહ્યું તેને અલાદીન પસંદ છે. આ સાંભળીને RMએ કહ્યું વિલ સ્મીથની અલાદીન ? 2019માં અમેરિકન મ્યૂઝિકલ ફેંટસી મૂવીમાં અલાદીનમાં વિલ સ્મિથે કામ કર્યું હતું.  આમ થોડીવાર જાણે ઓસ્કર સેરેમનીમાં BTSએ માહોલ બનાવી દીધો હતો.

BTSએ 7 સભ્યોનું સાઉથ કોરિયન ગૃપ છે. હાલના સમયમાં આ ગૃપ એટલું ફેમસ થયું છે કે જે લોકોને કોરિયન પોપ મ્યૂઝિક વિશે જરા પણ સમજણ નથી તેઓ પણ આ બેન્ડને સાંભળી રહ્યા છે. માત્ર સાંભળતા જ નથી પરંતું પસંદ પણ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments