Homeગામનાં ચોરેગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અસમ અને મેઘાલય વચ્ચેના 50 વર્ષ જૂના સીમા...

ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અસમ અને મેઘાલય વચ્ચેના 50 વર્ષ જૂના સીમા વિવાદ પર સમજૂતી થઈ

Team Chabuk-National Desk: અસમ અને મેઘાલયની વચ્ચે 50 વર્ષ જૂના સીમા વિવાદનો આજે અંત આવી ગયો છે. બંને રાજ્યોની વચ્ચે ઐતિહાસિક કરાર થયો છે. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીએ સમજૂતી પર સહમતિ દર્શાવી હતી. મંગળવારના રોજ અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી હતી. આ માટે સીમા વિવાદનો ઉકેલ લાવવા કરાર કરવામાં આવ્યો.

DHOSA

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંને રાજ્યોની સિત્તેર ટકા સીમા આજે વિવાદથી મુક્ત થઈ ગઈ છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી વિવાદ પણ અમે વાતચીતથી ઉકેલીશું. તેમણે વધુમાં કહ્યું કે, આજે ખૂબ મોટું કામ થયું છે. ગૃહમંત્રીએ બંને રાજ્યના મુખ્યમંત્રી અને ટીમને પીએમ મોદી અને ભારત સરકાર તરફથી શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, વિકસિત નોર્થ ઈસ્ટનું જે સ્વપ્ન પીએમ મોદીએ જોયું છે, એ જલ્દી જ સાકાર થશે. ગૃહમંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 4,800થી વધારે હથિયાર કાયદાકિય ઓથોરિટીની સામે સરેન્ડર થયા છે.

ગૃહમંત્રી શાહે પીએમ નરેન્દ્ર મોદીનો સંદર્ભ ટાંકતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નોર્થ ઈસ્ટના ગૌરવ માટે કાર્ય કર્યું છે. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે પીએમએ નોર્થ ઈસ્ટ સીમા અંગે વાત કરી હતી. સૌથી પહેલા 2019માં ત્રિપુરામાં હથિયાર બંધ જૂથ વચ્ચે સમજૂતી થઈ હતી.

ગૃહમંત્રી અમિત શાહે ઈતિહાસ યાદ કરતા કહ્યું કે 16 જાન્યુઆરીના રોજ બ્રૂ રિયાંગ સમજૂતી થઈ, જેમાં 34 હજારથી વધારે લોકોને ફાયદો થયો. પછી 27 જાન્યુઆરી 2020ના રોજ ઐતિહાસિક બોડો સમજૂતી થઈ. અમે અસમના સ્વરૂપને છેડ્યા વગર રાજ્યના મૂળ પારુપને બનાવતા 50 વર્ષ જૂની સમસ્યાને ખત્મ કરી દીધી. 2021માં કાર્બી આમલાંગ સમજૂતી થઈ. આજે પણ એક સમજૂતી થઈ છે.

DHOSA

નોર્થ ઈસ્ટાના વિકાસની વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નોર્થ ઈસ્ટની શાંતિ પ્રક્રિયા, ત્યાંનો વિકાસ અને ત્યાંની સમૃદ્ધિ માટે ઘણો પ્રયાસ કરવામાં આવ્યો. નોર્થ ઈસ્ટ હવે વિકાસના રસ્તા પર અગ્રેસર થઈ રહ્યો છે. 24 જુલાઈ 2021ના રોજ હું મેઘાલય ગયો હતો. ત્યાં નોર્થ ઈસ્ટના તમામ મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે અસમને વિશાળ હ્રદય રાખતા તમામ રાજ્યો સાથે વાતચીતની પહેલ કરવી જોઈએ. અને આજે આપણે સીમા વિવાદને ઉકેલવાના રસ્તા પર આગળ વધી રહ્યા છીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments