Homeગામનાં ચોરેપેટ્રોલ-ડીઝલના વધતાં ભાવની વચ્ચે આવી ગઈ દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી કાર, નીતિન...

પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવની વચ્ચે આવી ગઈ દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી કાર, નીતિન ગડકરીએ કરી સવારી

Team Chabuk-National Desk: દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી કાર આવી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જેની પ્રતિક્ષા હતી તે હાઈડ્રોજન કાર દેશમાં દોડવા લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રથમ હાઈડ્રોજન કારમાં સફર કરી હતી. Toyota Mirai કારમાં બેસીને આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સંસદ પહોંચ્યા હતા. જ્યાં આ કાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સ્વચ્છ ઈંધણ પર ચાલનારી આ કાર ટોયોટા કંપનીએ પોતાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવી છે. આ કારમાં એડવાન્સ ફ્યૂલ સેલ પણ લગાવવામાં આવ્યા છે. આ એડવાન્સ સેલ ઓક્સિજન અને હાઈડ્રોજનના મિશ્રણથી વીજળી પેદા કરે છે અને આ વીજળીની મદદથી કાર ચાલે છે. જ્યારે કચરાના રૂપમાં આ કાર માત્ર પાણી જ બહાર કાઢે છે. જેથી પ્રદુષણ ફેલાવ્યા વગર આ કાર ચાલશે.

shreeji dhosa

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ કાર સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ છે. આ કાર કોઈપણ પ્રકારનું પ્રદુષણ નથી ફેલાવતી. ગડકરીએ કહ્યું કે આ કાર ભારતનું ભવિષ્ય છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર ઘણું બધું પ્રદુષણ ફેલાવે છે. પરંતુ હાઈડ્રો ફ્યૂલ સેલ કારથી પ્રદુષણ ફેલાતું નથી.

ટોયોટા કિર્લોસ્કર મોટર્સ (Toyota) એ ભારતીય બજારમાં તાજેતરમાં જ પોતાની હાઈડ્રોજન કાર Toyota Mirai કાર લોન્ચ કરી છે. હાઈડ્રોજન ફ્યૂલ સેલ પર ચાલનારી દેશની પ્રથમ કારને નીતિન ગડકરીએ જ લોન્ચ કરી છે. આ કારનું નામ પણ રસપ્રદ છે. જાપાની ભાષામાં મિરાઈ શબ્દનો અર્થ થાય છે ભવિષ્ય.. એટલે કે આ કાર ભારતનું ભવિષ્ય બની શકે છે.

ટોયોટા કંપનીએ આ કાર માટે હાઈડ્રોજન આધારિત ફ્યૂલ સેલ સિસ્ટમ વિકસાવી છે. હકીકતમાં આ એક ઈલેક્ટ્રીક કાર છે. જે હાઈડ્રોજનનો ઉપયોગ કરીને જરૂરી ઈલેક્ટ્રીસિટી બનાવે છે. આ કારની ફ્યૂલ ટેંકથી હાઈડ્રોજનની સપ્લાય ફ્યૂલ સેલ સ્ટેકને કરવામાં આવે છે. આ કાર ચારેય તરફથી હવામાં હાજર રહેલા ઓક્સિજનને ખેંચે છે. અને બન્ને ગેસના કેમિકલ રિએક્શનથી પાણી અને વીજળી પેદા થાય છે. અને આ વીજળીનો ઉપયોગ કારને ચલાવવા માટે થાય છે. જ્યારે પાણી સાયલેન્સરમાંથી બહાર નીકળી જાય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments