Homeતાપણુંમહાવિકાસ અઘાડી સંકટમાં છે...? 25 ધારાસભ્યોની આ માગ પૂર્ણ ન થાય તો...

મહાવિકાસ અઘાડી સંકટમાં છે…? 25 ધારાસભ્યોની આ માગ પૂર્ણ ન થાય તો બળવો કરવાની તૈયારીમાં

Team Chabuk-Political Desk: મહાવિકાસ અઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસના મંત્રી પોતાની જ પાર્ટીના ધારાસભ્યોની વાત નથી માની રહ્યા. તેમના આ વ્યવહારથી ચિંતિત 25 ધારાસભ્યો બળવો કરવાની ફિરાકમાં છે. મંત્રીઓના વ્યવહારથી ચિંતિત આ ધારાસભ્યોએ કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મુલાકાતનો સમય માગ્યો છે.

shreeji dhosa

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે ગઠબંધન સરકારની તો છોડો જો અમારા મંત્રીઓ જ અમારી વાત નહીં સાંભળે તો આગામી ચૂંટણીમાં પાર્ટી કેવી રીતે સારું પ્રદર્શન કરી શકશે. અંગ્રેજી સમાચારપત્ર ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર આ ધારાસભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખી તાત્કાલિક દખલ દેવાની માગ કરી છે. જેથી વધારે સમસ્યા સર્જાતા પહેલા ઠંડુ પાણી રેડાય જાય. ધારાસભ્યોએ કહ્યું કે મંત્રીઓ અમારી પ્રશ્નો પર ધ્યાન નથી આપતા અને તેઓ અમારી સાથે તાલમેલ નથી બનાવી રહ્યા.

કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી, ખાસ તો કોંગ્રેસના મંત્રી તેમની વાત નથી સાંભળી રહ્યા. એક ધારાસભ્યએ કહ્યું કે જો મંત્રીગણો ધારાસભ્યોના ચૂંટણી ક્ષેત્રોના કામનો આગ્રહ ટાળશે તો પાર્ટી આવનારી ચૂંટણીમાં સારું પ્રદર્શન કેવી રીતે કરશે?

પાર્ટીમાં સમન્વયની ઉણપ જાહેર કરતા કોંગ્રેસ ધારાસભ્યોએ કહ્યું કે તેમને ગત અઠવાડિયે જ ખબર પડી કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની સાથે સમન્વય માટે માત્ર એક મંત્રી રાખવામાં આવ્યો છે. એક અન્ય કોંગ્રેસી ધારાસભ્યએ કહ્યું કે આ વાતની અમને ત્યારે ખબર પડી જ્યારે એચ.કે.પાટિલે હાલમાં થયેલી એક બેઠકમાં આ જાણકારી આપી હતી. આ અઘાડી સરકાર બન્યાના થોડા મહિના પશ્ચાત કરવામાં આવ્યું હતું, પણ અમને આ વિશે અઢી વર્ષ પછી ખબર પડી. હજુ પણ અમને ખબર નથી કે અમારી સાથે કયો મંત્રી સમન્વય સાધશે.

DHOSA

કોંગ્રેસના કેટલાય અન્ય ધારાસભ્યોએ કહ્યું કે અમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી (રાકાંપા) પાછળ જઈ રહ્યા છીએ, કારણ કે ઉપમુખ્યમંત્રી અજીત પવાર પોતાની પાર્ટીના કેટલાક ધારાસભ્યોની સાથે નિયમિતરુપથી મુલાકાત કરે છે. પૈસા આપે છે અને કાન દઈ એમની ફરિયાદ સાંભળે છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યે કહ્યું કે રાકાંપા અમારા પર હુમલો કરી રહી છે. રાકાંપાને વધારે પૈસા આપવામાં આવે છે. જો આમ જ ચાલતું રહ્યું તો મહારાષ્ટ્રમાંથી પણ કોંગ્રેસ અન્ય રાજ્યોની માફક હાસ્યામાં ધકેલાઈ જશે. પંજાબની માફક પાર્ટી મહારાષ્ટ્રમાં પણ બેકાર બેઠી રહે છે તો અહીં પણ આવું જ થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments